બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 3 rounds of firing in Ahmedabad's Chandkheda: A person who is in the business of selling land fired in the air

ક્રાઈમ / અમદાવાદના ચાંદખેડામાં 3 રાઉન્ડ ફાયરિંગ: જમીન લે-વેચનો ધંધો કરનાર શખ્સે કર્યો હવામાં ગોળીબાર, કારણ ચોંકાવનારું

Vishal Khamar

Last Updated: 10:36 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં જમીન લે-વેચ કરતા શખ્સ દ્વારા ફાયરિંગ કરતા આ બાબતે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  • અમદાવાદનાં ચાંદખેડામાં ફાયરિંગનો બનાવ
  • તપોવન સર્કલ પાસે હવામાં બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ
  • જમીન લે વેચનો વ્યવસાય કરતા શખ્શે કર્યું ફાયરિંગ

રાજ્યમાં અવાર નવાર જમીનને લઈ હત્યા, ફાયરીંગ તેમજ મારામારીનાં બનાવો પોલીસ ચોંપડે નોંધાતા હોય છે. અમદાવાદનાં ચાંદખેડામાં તપોવન સર્કલ પાસે જમીન લે વેચનાં વ્યવસાય સાથે સંકળાયેલા હરિસિંગ ચંપાવતે ગરીબ લારીવાળા રસ્તા પર આડા આવતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે ફાયરીંગ કર્યા બાદ આરોપી હરિસિંગ ચંપાવત ફરાર થઈ ગયો હતો. ત્યારે આ બાબતે ચાંદખેડા પોલીસે આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી
ચાંદખેડા તપોવન સર્કલ પાસે અચાનક જ બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટનાં બનતા આજુબાજુનાં વેપારીઓ તેમજ વાહન ચાલકોમાં થોડા સમય માટે ભય વ્યાપી જવા પામ્યો હતો. આ અંગેની જાણ ચાંદખેડા પોલીસને થતા તાત્કાલી પોલીસ દ્વારા ઘટનાં સ્થળે પહોંચી શા મામલે ફાયરીંગ કરવામાં આવ્યું. ત્યારે સદનસીબે ફાયરીંગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ત્યારે હાલ તો ચાંદખેડા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. 

વધુ વાંચોઃ ઉત્તરાયણ પર પતંગ રસિકોને મોજ પડી જશે, સામે આવ્યાં સારા સમાચાર, જાણો કેટલી ઝડપે પવન ફૂંકાશે

એક શખ્સ દ્વારા ગાડી પર પથ્થર ફેંક્યો
ત્યારે જમીન લે-વેચનાં ધંધા સાથે સંકળાયેલા હરિસિંગ ચંપાવત હવામાં ફાયરીંગ કર્યા બાદ જ્યારે ગાડીમાં પરત બેસી રહ્યા હતા. તે દરમ્યાન પાછળથી એક શખ્શ દ્વારા તેમની ગાડી પર પથ્થર પણ ફેંકવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે હાલ પણ લોકોમાં અનેક તર્ક વીતર્ક જોવા મળી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ