બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kite lovers will be happy on Uttarayan, good news has come, know how fast the wind will blow

Uttarayan 2024 / ઉત્તરાયણ પર પતંગ રસિકોને મોજ પડી જશે, સામે આવ્યાં સારા સમાચાર, જાણો કેટલી ઝડપે પવન ફૂંકાશે

Vishal Khamar

Last Updated: 09:58 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાયણ પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પવનને લઈ આગાહી કરી છે. આ વખતે ઉત્તરાયણનાં દિવસે પવન ઈશાન બાજુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

  • ઉત્તરાયણમાં પવનને લઈ હવામાન નિષ્ણાંત કરી આગાહી
  • રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારમાં 10 થી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
  • અમદાવાદમાં બપોર બાદ વધી શકે છે પવનની ગતિ

 ઉત્તરાણનાં પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી છે. પતંગરસિયાઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હવામાન નિષ્ણાંત દ્વારા ઉત્તરાયણનાં દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં પવનને લઈ આગાહી કરી છે. જમાં રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં પ્રતિ કલાકે 10 થી 12 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે વાસી ઉત્તરાયણનાં દિવસે પવનની ગતિ ઘટી 2 થી 10 કિ.મી. રહેવાના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)

દિવસ દરમ્યાન પવન ફરતો રહેશેઃ અંબાલાલ પટેલ
આ બાબતે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2024 ની ઉત્તાયણનાં દિવસે કચ્છ, સુરેન્દ્રનગર, સુરત, વલસાડમાં પવનની ગતિ પ્રતિ કલાકે 16 કિમીની રહેવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, જામનગરમાં પ્રતિ કલાકે 12 કિમી પવનની ગતિ રહેશે.  તેમજ આ વખતે પવન ઈશાન બાજુ રહેવાની શક્યતાઓ છે. તેમજ દિવસ દરમ્યાન પવન ફરતો પણ રહેશે. 

વધુ વાંચોઃ આગામી 3 દિવસ હેલિકોપ્ટર જોય રાઇડ કે મેટ્રોમાં મુસાફરી કરતા પહેલા આટલું જાણી લેજો, નહીં તો ખોટો સમય બગડશે

અમદાવાદમાં સવાર સુધી પવનની ગતિ સામાન્ય રહેશે
સામાન્ય પવનની વાત કરીએ તો વિરમગામ, કડી, મહેસાણા, સિદ્ધપુર, વડનગર, પાટણ, હારીજ, માણસા, રાધનપુર, મોરબી, હળવદમાં પ્રતિ કલાકે 7 થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે દ્વારકા, ઓખામાં 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે અમદાવાદમાં સવારે 13 કિ.મી. તો બપોરે 20 થી 23 તેમજ સાંજે 14 થી 23 કિ.મી. ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ