બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Know this before traveling by helicopter joy ride or metro for the next 3 days, otherwise the wrong time will be spoiled.

ઉત્તરાયણ 2024 / આગામી 3 દિવસ હેલિકોપ્ટર જોય રાઇડ કે મેટ્રોમાં મુસાફરી કરતા પહેલા આટલું જાણી લેજો, નહીં તો ખોટો સમય બગડશે

Vishal Khamar

Last Updated: 09:44 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાયણનાં તહેવારને લઈ પતંગ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શનિ-રવિવારે ચાલુ રહેતી જોય રાઈડ હેલિકોપ્ટર સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • અમદાવાદવાસીઓ નહી માણી શકે જોય રાઈડ
  • ઉત્તરાયણનાં પર્વની લઈ કરાયો મહત્વનો નિર્ણય
  • ગયા અઠવાડિયે હેલિકોપ્ટનાં પાંખીયામાં દોરી ફસાઈ ગઈ હતી

 અમદાવાદવાસીઓ શનિ-રવિ રજાની મઝા માણી શકે તે માટે રિવરફ્રન્ટથી સાયન્સ સીટી સુધી હેલિકોપ્ટર જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. ત્યારે ગયા અઠવાડિયા દરમ્યાન મોટી દુર્ઘટનાં સર્જાતા રહી જવા પામી હતી. જેમાં ઉત્તરાયણનો તહેવાર નજીકમાં હોઈ લોકો પતંગ ચગાવતા હોય છે. ત્યારે ગયા સપ્તાહે હેલિકોપ્ટરનાં પાંખિયામાં પતંગની દોરી વીંટળાઈ જતા રાઈડ અઢી કલાક માટે બંધ કરવાનો વારો આવ્યો હતો.ત્યારે ઉત્તરાયણનાં તહેવારને ધ્યાને લઈ સાવચેતીનાં ભાગરૂપે શનિ-રવિવારે જોય રાઈડ સેવા બંધ રાખવામાંનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

હેલિકોપ્ટરનાં પાંખિયામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી
જોય રાઈડ હેલિકોપ્ટરમાં 5 મુસાફરોને બેસાડી શકાય છે. ત્યારે હેલિકોપ્ટરે રિવરફ્રન્ટ ખાતેથી ઉડ્યાનાં થોડાક જ સમયમાં હેલિકોપ્ટનાં પાંખિયામાં પતંગની દોરી ફસાઈ જતા પાયલોટ દ્વારા હેલિકોપ્ટરને તાત્કાલિક રિવરફ્રન્ટ પર પરત લઈ જવાની ફરજ પડી હતી. જે બાદ એન્જીનીયરની ટીમે હેલિકોપ્ટરને ચેક કરતા પાંખિયામં પતંગરની દોરી ફસાઈ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પાંખિયામાંથી દોરી બહાર કાઢતા અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો. શનિ-રવિ રજાને લઈ અમદાવાદીઓ માટે ખાસ જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. 

Regarding Makar Sankranti On January 14 and 15, metro trains will run only till 10 pm

બે દિવસ મેટ્રો 20 મિનિટે મળશે
ઉત્તરાયણને હવે ઝાઝા દિવસો બાકી નથી રહ્યાં. ત્યારે ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે એટલે કે, 14 અને 15 જાન્યુઆરીએ મેટ્રો ટ્રેનના સમય-ફ્રિક્વન્સીમાં ઘટાડો કરાયો છે. આપને જણાવી દઈએ કે, 12 મિનિટે મળતી મેટ્રો ટ્રેન આ બે દિવસ માટે 20 મિનિટે મળશે.   

વધુ વાંચોઃ 'તમે છોટી કાશીમાં રહો છો, પરંતુ સંસ્કાર તમારામાં નથી', નામ લીધા વિના નણંદ નયનાબાએ રિવાબાની ઝાટકણી કાઢી નાખી

મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેરાત કરાઈ
તહેવારના દિવસે જાહેર રજા હોવાથી મુસાફરો મેટ્રોની મુસાફરી ઓછી કરતા હોય છે જેને લઈ મેટ્રોના વહીવટી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.  ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી મેટ્રો દ્વારા અત્યારથી જ જાહેરાત કરી દેવાઈ છે જેના કારણે કોઈ મુસાફરને મુશ્કલી ન પડે. સાથો સાથ જણાવીએ કે, વસ્ત્રાલથી થલતેજ અને APMCથી મોટેરા રાત્રે 10 વાગ્યા સુધી ટ્રેન દોડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ