બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આ વખતે દિવાળીમાં આખા દેશમાં મુહૂર્ત અને તિથીને લઈને મોટા ભાગના લોકોને શંકા અને આશંકા રહી. જોકે, ભાઈ બીજને લઈને સવાલ ઊભા થાય છે કે પડતર દિવસના કારણે ભાઈ બીજને શું અસર થશે?
આ વખતે ભાઈ બીજ 26 ઓકટોબરના રોજ છે. ભાઈબીજની સાથે દિવાળીનો પાંચ દિવસનો તહેવાર સમાપ્ત થશે, ભાઈ બીજને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈ બીજાના દિવસે ખાસ કરીને બહેન દ્વારા ભાઈને તિલક કરવાની ખાસ માન્યતા છે, બહેન ભાઈની લાંબી ઉંમર, ઉન્નતિ માટે પ્રાર્થના કરે છે અને ભાઈ ગિફ્ટ આપે છે.
ADVERTISEMENT
26 ઓક્ટોબરે સવારના સમયે ગોવર્ધન પૂજા કરવાનું મુહૂર્ત છે અને તે બાદ જ ભાઈબીજ શરૂ થઈ જશે. બહેન ભાઈના પ્રેમના દર્શાવતા આ તહેવારને લઈને જાણો શું છે શુભ મુહૂર્ત:
Bhai Dooj 2022 Muhurat:
કાર્તિક શુક્લ બીજની શરૂઆત: 26 ઓક્ટોબર 2022, બપોરે 02.42 કલાકે
કાર્તિક શુક્લ બીજની સમાપ્તિ: 27 ઓક્ટોબર 2022, બપોરે 12.45 કલાકે
ADVERTISEMENT
પૂજા માટેનું શુભ મુહૂર્ત:
બપોરે 01.18થી બપોરે 03.33 (26 ઓક્ટોબર 2022)
વિજય મુહૂર્ત - 02:03 PM- 02:48 PM
સંધિકાળ મુહૂર્ત - 05:49 PM - 06:14 PM
ભાઈને તિલક કરવાનું છે ખાસ મહત્વ
ભાઈ બીજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવાનું પણ ખાસ મહાત્મ્ય રહેલું છે, જો એમ ન થઈ શકે તો સૂર્યોદય પહેલા જ સ્નાન કરીને સૂર્ય દેવને અર્ધ્ય આપવો જોઈએ
ભાઈના સ્વાગત માટે પૂજાની થાળી તૈયાર કરવી
શુભ મુહૂર્તમાં ભાઈને કંકુનો તિલક તથા અક્ષત લગાવવો
તે બાદ ભાઈને મીઠાઇ ખવડાવી, યમ દેવતાથી ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.