બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 250 years old right sunda Ganpati in aravalli modasa

દેવ દર્શન / ગુજરાતમાં માત્ર આ જગ્યાએ આવેલા છે જમણી સૂંઢના ગણપતિ, નગરશેઠને ખેતરમાંથી મળ્યું હતું સ્વરૂપ, મૂર્તિની વિશેષતાઓ વિધ્ન દૂર કરતી

Vaidehi

Last Updated: 07:15 AM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લી જિલ્લાના મોડાસામાં જમણી સૂંઢના મનોકામના સિદ્ધિ વિનાયક ગણપતિ સ્વયંભૂ સ્વરૂપે બિરાજમાન છે. 250 વર્ષોથી મોડાસાના શહેરના રક્ષક, સમગ્ર ઉત્તરગુજરાતના એક માત્ર જમણી સુંઢના ગણપતિ સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તો આજે દેવદર્શનમાં જમણી સૂંઢના ગણપતિજીના દર્શન કરી ધન્ય થઈશું.

  • અરવલ્લીમાં જમણી સૂંઢના ગણપતિ સ્વયંભૂ બિરાજમાન
  • સમગ્ર ઉત્તરગુજરાતના એક માત્ર જમણી સુંઢના ગણપતિ 
  • ગણપતિનું આ સ્વરૂપ 250 થી વધુ વર્ષ જૂનું 

Aravali : અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ધુણાઈ રોડ પર પૌરાણિક સ્વયંભૂ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર આવેલું છે. ગણપતિનું સ્વરૂપ 250 થી વધુ વર્ષ જૂનું છે. હાલ જ્યાં મંદિર છે ત્યાં વર્ષો પહેલા જંગલ હતું. મોડાસા શહેરના નગરશેઠને માજુમ નદીના કિનારે એક ખેતરમાંથી જમણી સૂંઢના ગણપતિ ભગવાનનું આ સ્વરૂપ મળ્યું હતું. નગરશેઠે ગણપતિ સ્વરૂપને મોડાસાના ધુણાઈ રોડ પર નાની ડેરી બનાવી બિરાજમાન કર્યા હતા.

ઉત્તર ગુજરાતમાં એકમાત્ર મંદિર
જમણી સૂંઢના ગણપતિનું ઉત્તર ગુજરાતમાં આ એકમાત્ર મંદિર હોવાથી દિવસે દિવસે ભક્તોની સંખ્યા વધી રહી છે. અને ભગવાન ગણપતિના અનેક પરચાઓ ભક્તોને થઈ રહ્યાં છે તેથી મંદિરનું ટ્રસ્ટ બનાવી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ગણપતિનું આવું સ્વરૂપ મુંબઇનાં સિદ્ધિવિનાયક મંદિર જેવું જ અલૌકિક છે. મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરે દર ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ ચૌદશ સુધી દસ દિવસ સુધી ભગવાન ગણપતિનો ભવ્ય મહોત્સવ ઉજવાય છે. શહેરીજનો પોતાના દરેક કામની શરૂઆત કરતા પહેલા સિદ્ધીવિનાયકના દર્શન અવશ્ય કરે છે.

1008 લાડુની આહુતી
મોડાસાના સિદ્ધિ વિનાયક ગણપતી મંદિર યુવા ગણેશ મિત્ર મંડળ અને ટ્રસ્ટ મંડળ દ્વારા મહોત્સવ દરમિયાન ગણેશ યજ્ઞ યોજવામાં આવે છે. જેમાં 1008 લાડુની અથરવશેષના સ્તોત્ર વડે આહુતિ આપવામાં આવે છે.મહોત્સવ દરમ્યાન ભગવાન ગણપતિનો દૂધ પંચામૃત તેમજ શેરડીના રસ વડે અભિષેક કરવામાં આવે છે. અને મહોત્સવ દરમ્યાન ભકતોની ભારે ભીડ પણ જામે છે.

અરવલ્લી જિલ્લામાં મોડાસાના સિદ્ધીવિનાયક મંદિર ટ્રસ્ટ મંડળ દ્વારા વર્ષ દરમિયાન આવતી અંગારકી ચોથના દિવસે મહાપૂજા કરવામાં આવે છે. મંદિરના મહંત દ્વારા અંગારકી ચોથના દિવસે રાત્રે સંકટ નાશક ગણપતિ સ્તોત્ર વડે પૂજન, અર્ચન અને અભિષેક કરવામાં આવે છે. અને ગણેશ મહાયોગ પણ કરવામાં આવે છે. સાથે વેદના મંત્રો વડે ભૂદેવો દ્વારા સહસ્ત્ર મોદકનો હોમ આપવામાં આવે છે.

ભક્તો દાદાને શીશ ઝુકાવી પોતાની મનોકામના વ્યક્ત કરે છે
મંદિરે દર્શને આવતા ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. ગણપતિ મહોત્સવને ટ્રસ્ટ દ્વારા ભારે હર્ષ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. મનોકામના સિદ્ધિવિનાયક મંદિર મોડાસા ખાતે દરરોજ અનેક ભક્તો દાદાને શીશ ઝુકાવી પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને ભગવાન ગણપતિ તમામની મનોકામનાઓ પૂર્ણ કરે છે. નવયુવાન અબાલ વૃદ્ધ સૌ કોઈ દૂર દૂરથી ભગવાન ગણપતિના દર્શને આવે છે અને જમણી સૂંઢના વિનાયકના દર્શન કરી ધન્ય બને છે. મંગળવાર ભગવાન ગણપતિનો વાર મનાય છે. એટલે મંગળવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. ઘણા ભાવિકો મંગળવારે ચાલતા આવી પોતાની બાધા આખડી પૂર્ણ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ