બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / 25 children in bhavnagar sar village suffering from toxic jaundice
ADVERTISEMENT
સર ગામના અંદાજે 20થી 25 બાળકોને ઝેરી કમળો થયો હોવાનું સામે આવ્યું છે. જેના લીધે બાળકોના માતા-પિતા સહિત આખોય પરિવાર અને સમગ્ર ગ્રામજનો ચિંતામાં મૂકાઇ ગયા છે. જોકે આ અંગે ગામના સરપંચ અને જાગૃત નાગરિકોએ મઢડાના મેડિકલ ઑફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. આથી રજૂઆતના પગલે મઢડા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી. બાદમાં આરોગ્ય ટીમ દ્વારા સર ગામના તમામ નાના બાળકોની તપાસણી કરવામાં આવી અને તેઓને તાત્કાલિક ધોરણે ઝેરી કમળો અને તાવ હટી જાય એ માટે આરોગ્યના અધિકારીઓએ બાળકોને દવા આપી હતી.

ADVERTISEMENT
ભાવનગરમાં હાલ એક સાથે ત્રણ બીમારીઓએ માઝા મૂકી છે
અત્રે નોંધનીય છે કે, ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં એક સાથે ત્રણ વાયરલ બીમારીઓએ માઝા મૂકી છે. જેમાં કોરોના, સ્વાઈન ફ્લૂ અને કોંગો ફિવરનો સમાવેશ થાય છે. આજે ભાવનગરમાં કોરોના પોઝિટિવનો વધુ એક દર્દી નોંધાયો હતો જ્યારે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવના આજે બે દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. હાલ ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના 21 અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ મળીને કુલ 24 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.
ADVERTISEMENT

ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 21એ પહોંચી
ADVERTISEMENT
તમને જણાવી દઇએ કે, ભાવનગરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 21એ પહોંચી ગઈ છે. જ્યારે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે બે દર્દીઓ કોરોનામુક્ત થતા હવે એક્ટિવ દર્દીની સંખ્યા ત્રણ રહી ગઈ છે. આ ત્રણેય દર્દીઓ હાલમાં ઘરે રહીને સારવાર લઈ રહ્યાં છે. જોકે, ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે સ્વાઈન ફ્લૂ કે કોમ્બો ફિવરના એક પણ દર્દી નોંધાયા ન હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.