બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 2000 notes discontinued, is the 1000 rupee currency note coming back now?

નિવેદન / 2000ની નોટો બંધ, શું હવે પાછી આવી રહી છે 1000 રૂપિયાની ચલણી નોટ? જુઓ રિઝર્વ બેન્કે જુઓ શું ખુલાસો કર્યો

Priyakant

Last Updated: 02:58 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI Statement News: સમયમર્યાદા સુધી 87 ટકા ચલણ બેંકોમાં પાછું ગયું છે, પરંતુ હજુ પણ 10 હજાર કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો બજારમાં

  • 2000ની નોટો બંધ થયા બાદ હવે 1000 રૂપિયાની ચલણી નોટની ચર્ચા 
  • RBIએ કહ્યું, 1000 રૂપિયાની નોટને ફરીથી લાવવાની કોઈ યોજના નથી
  • તો હવે 2000 રૂપિયાની બાકીની નોટોનું શું થશે ?

RBI Statement : તમને બધાને 8 નવેમ્બર, 2016નો દિવસ ચોક્કસપણે યાદ હશે. રાત્રે 8 વાગ્યે 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત થતાં જ દેશભરમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ તરફ લગભગ 7 વર્ષ પછી રિઝર્વ બેંકે ફરી એક વાર એ જ જાહેરાત કરી અને આ વખતે 2000 રૂપિયાની નોટને ડિમોનેટાઇઝ કરી. જોકે હવે એક ચર્ચા એવી પણ છે કે, 1000 રૂપિયાની નોટ ફરી પાછી આવી રહી છે. જ્યારે આ મામલો સોશિયલ મીડિયા પર ઉછળ્યો ત્યારે રિઝર્વ બેંકે આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે. 

વાત જાણે એમ છે કે, રિઝર્વ બેંક (RBI)એ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. આ તરફ આ સમયમર્યાદા સુધી 87 ટકા ચલણ બેંકોમાં પાછું ગયું છે, પરંતુ હજુ પણ 10 હજાર કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો બજારમાં છે. જોકે હવે તેમની માન્યતા સમાપ્ત થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે, જેની પાસે રૂ. 2000ની નોટ છે તેઓ તેનો વ્યવહારમાં ઉપયોગ કરી શકશે નહીં.

1000 રૂપિયાની નોટને લઈ RBIનું મોટું નિવેદન 
સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે 1000 રૂપિયાની નોટ પરત આવવાની અટકળો લગાવી છે. ઘણા લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે, રૂ. 2000ની નોટો બંધ થયા બાદ ટૂંક સમયમાં રૂ. 1000ની કરન્સી સિસ્ટમમાં આવશે. જોકે આના પર રિઝર્વ બેંકે જવાબ આપ્યો છે કે, 1000 રૂપિયાની નોટને ફરીથી લાવવાની કોઈ યોજના નથી. તેમજ આ અંગે ભવિષ્યની કોઈ યોજના પણ નથી.

RBIએ શું કહ્યું?
રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે, અર્થતંત્રમાં રોકડની જરૂરિયાત મુજબ 500 રૂપિયાની પૂરતી નોટો ચલણમાં છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ ઝડપથી વધી રહ્યું છે તેથી રોકડની જરૂર ઓછી પડશે. અત્યારે સિસ્ટમમાં જોઈએ તેટલો રોકડ પ્રવાહ છે. રિઝર્વ બેંકે પણ લોકોને વિનંતી કરી છે કે, તેઓ કોઈપણ પ્રકારની અફવાનો શિકાર ન બને અને ચલણ અંગે જાગૃત રહે.

તો હવે 2000 રૂપિયાની બાકીની નોટોનું શું થશે ?
રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કાઢી છે, જે 30 સપ્ટેમ્બરથી અમાન્ય બની ગઈ છે. જોકે 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા બાદ પણ રૂ. 2000ની નોટ બદલવાનો વિકલ્પ યથાવત છે. જેની પાસે હાલમાં રૂ. 2000નું ચલણ છે તેઓ રિઝર્વ બેન્કની પ્રાદેશિક કચેરીમાં જઈને નોટો બદલી શકે છે. આરબીઆઈની દેશભરમાં 19 પ્રાદેશિક કચેરીઓ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ