બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / 2-DG medicine will given to corona patients from today

2-DG લોન્ચ / કોરોના સામેના યુદ્ધમાં નવું 'હથિયાર' તૈયાર, આજથી દર્દીઓને આપવામાં આવશે આ દવા

Arohi

Last Updated: 11:37 AM, 17 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ સામે લડવા માટે દેશને વધુ એક આશાનું કિરણ મળ્યું

  • દર્દીઓની ઝડપી રિકવરીમાં મદદ કરશે 2-DG
  • કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોય તેવા દર્દીઓને આપવામાં આવશે આ દવા 

કોરોના વાયરસ સામે લડવા માટે વધુ એક હથિયાર તૈયાર થઈ ગયું છે. 2-DG દવાને આજે લોન્ચ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રક્ષા મંત્રી રાજનાથ સિંહની સાથે DRDOના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી દવા 2-DGને લોન્ચ કરી દીધી છે. આ ખાસ અવસર પર સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે જે દર્દીઓ વઘારે ગંભીર છે તેમને આ દવા નહીં આપવામાં આવે પરંતુ અંદર કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તેવા દર્દીઓને આ દવા આપવામાં આવશે. 

દર્દીઓની ઝડપી રિકવરીમાં મદદ કરશે આ દવા 

DRDOના વૈજ્ઞાનિકોના રિસર્ચ અને સખત મહેનત બાદ ભારતે કોરોના વિરૂદ્ધ આ દવા તૈયાર કરી લીધી છે. જેનાથી લોકોને રાહત મળવાની સંપૂર્ણ આશા છે. જણાવી દઈએ કે 2-DG દવાના 10 હજાર ડોઝ પહેલા લોન્ચ કરવામાં આવ્યા છે. DRDOના અધિકારીઓએ જણાવ્યું કે આ દવા દર્દીઓની ઝડપી રિકવરીમાં મદદ કરે છે. અને તેમની ઓક્સિજન પર નિર્ભરતાને પણ ખૂબ ઓછી કરે છે. દવા નિર્માતા ભવિષ્યમાં તેનો ઉપયોગ માટે પ્રોડક્શનને વધુ ઝડપી બનાવવાનું કામ કરશે. દવા ડોક્ટર અનંત નારાયણ ભટ્ટની સાથે વૈજ્ઞાનિક ટીમે મળીને બનાવી છે.  


 શું હશે કોરોનાની દવામાં? 

આ દવાએ ફેસ 2 અને ફેસ 3ના ક્લિનિકલ ટ્રાયલમાં ખૂબ સારૂ પ્રદર્શન કર્યું છે. મેથી ઓક્ટોબરની વચ્ચે થયેલા ટ્રાયલમાં દવાએ કોવિડ દર્દીઓ પર કામ કર્યું અને તે સુરક્ષિત પણ રહી. દવાના ઉપયોગથી હોસ્પિટલમાં દાખલ થયા બાદ દિવસો પણ ઓછા થશે અને ઓક્સિજન સપોર્ટની જરૂર પણ નહીં રહે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ દવા એક પ્રકારે સૂડો ગ્લૂકોઝ મોલેકલ છે. જે કોરોના વાયરસને વધવાથી રોકે છે. આ દવા દુનિયાની એ અમુક દવાઓમાંથી એક છે જે ખાસ કરીને કોવિડને રોકવા માટે બનાવવામાં આવી છે. 

દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી 

ભારતના ઔષધિ મહાનિયંત્રકે 8 મેએ ડીઆરડીઓ દ્વારા વિકસિત કોવિડ રોધક દવાને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. મોઢા દ્વારા લેવામાં આવતી આ દવાને કોરોના વાયરસના મધ્યમથી ગંભીર દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાની અનુમતી આપવામાં આવી છે.  2-DG દવા પાઉડરના રૂપમાં પેકેટમાં આવે છે જેને પાણીમાં ઓગાળીને પીવાની રહેશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ