બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / 1983 world cup where is indian player who win first ever world cup in indian cricket history

ધુરંધર ખેલાડીઓ / ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ અપાવનાર ખેલાડીઓ ક્યાં ખોવાઈ ગયા? કોઈ બન્યું કોમેન્ટેટર તો કોઈ રાજકારણી

Premal

Last Updated: 02:05 PM, 25 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 25 જૂન 1983ની તારીખ સુવર્ણ અક્ષરે લખવામાં આવી છે. કારણકે આ ભારતીય ક્રિકેટનો ઐતિહાસિક દિવસ હતો. આ દિવસે દિગ્ગજ ખેલાડી કપિલ દેવની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે તે કરિશ્માને પૂર્ણ કર્યો, જેનુ સપનુ આ ખેલાડીઓએ વર્ષો પહેલા જોયુ હતુ.

  • 1983 વિશ્વ કપના હીરો અત્યારે ક્યા છે?
  • 25 જૂન 1983ના દિવસે ભારતીય ટીમે પહેલો વર્લ્ડ કપ કર્યો હતો પ્રાપ્ત
  • વેસ્ટ ઈન્ડીઝને હરાવીને પહેલો વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો

આજના દિવસે 1983માં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝને હરાવીને પહેલો વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. સીરીઝને જીતાડવામાં ઘણા ભારતીય ખેલાડીઓએ અદ્વિતીય યોગદાન આપ્યું. આવો અમે તમને જણાવીએ 1983ના એવા હીરો વિશે જે અત્યારે શું કરી રહ્યાં છે. 

કપિલ દેવ

1983ના વર્લ્ડ કપની જ્યારે પણ વાત થાય છે તો કપિલ દેવ તેના સૌથી મોટા હીરો મનાય છે. તેમણે પોતાની કેપ્ટનશિપમાં ભારતને પહેલો વર્લ્ડ કપ જીતાડ્યો. ફાઈનલ મેચમાં તેમણે ભલે માત્ર 15 રન બનાવ્યાં. પરંતુ નોકઆઉટ મેચમાં ઝીમ્બાબ્વે સામે અણનમ 175 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. એટલું જ નહીં, વેસ્ટ ઈન્ડીઝ સામેની ફાઈનલ મેચમાં તેમણે 11 ઓવરમાં 21 રન આપી એક વિકેટ પણ લીધી હતી. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પણ કપિલ દેવનો ક્રિકેટ સાથે સંબંધ ક્યારેય તુટ્યો નથી. તેઓ હંમેશા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યાં છે. જો કે, 2020માં હાર્ટ એટેક બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી હતી. હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. 

સુનીલ ગાવસ્કર

83ના હીરોની જ્યારે વાત કરીએ તો તેમાં સુનીલ ગાવસ્કરનુ નામ મહત્વનુ છે. તે ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર બેટર રહી ચૂક્યા છે. જો કે, ફાઈનલ મેચમાં તે માત્ર 2 રન બનાવી આઉટ થયા હતા. પરંતુ તેમણે પોતાના ક્રિકેટ કારકિર્દીમાં 13 હજારથી વધુ રન બનાવ્યાં હતા. અત્યારે તેઓ ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી કરે છે અને સોશિયલ મીડિયામાં પણ ખૂબ સક્રિય રહે છે. 

રવિ શાસ્ત્રી

1983 વર્લ્ડ કપમાં રવિ શાસ્ત્રી એક ઓલરાઉન્ડર તરીકે જોવા મળ્યાં હતા. તેમણે 1992માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. પરંતુ તેનો સંબંધ ક્રિકેટમાંથી ક્યારેય છૂટ્યો નથી. તેઓ 2021 સુધી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ પણ રહી ચૂક્યા છે.

યશપાલ શર્મા

યશપાલ શર્મા ભારતીય ક્રિકેટ ટીમના એક આક્રમક બેટર હતા. તેમણે 1983 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં 11 રન પોતાના નામે કર્યા હતા. પરંતુ આ શ્રેણીમાં તેમણે બે અર્ધસદી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, 13 જુલાઈ 2021ના રોજ હાર્ટ એટેકને પગલે યશપાલ શર્માનુ નિધન થયુ હતુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ