બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / 162 pressure swing adsorption plants sanctioned to augment medial oxygen says government

મહામારી / "વધતાં કોરોના કહેર વચ્ચે ઑક્સીજન અછત થશે ઓછી, મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

Hiralal

Last Updated: 06:33 PM, 18 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સામેની લડાઈમાં મોદી સરકારે કુલ 162 પ્રેશર સ્વિંગ એડશોર્પન ઓક્સિજન પ્લાન્ટની મંજૂરી આપી છે આનાથી દેશમાં ઓક્સિજનનો સપ્લાય વધશે.

  • 162 ઓક્સિજન પ્લાન્ટને સરકારે મંજૂરી આપી
  • દેશના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરાશે
  • કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને આપી જાણકારી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ મેડિકલ ઓક્સિજનની ક્ષમતા 154.19 મેટ્રિક ટન વધી જશે. આ માટેનો તમામ ખર્ચ પીએમ કેર્સ ફંડમાંથી થશે.

162 ઓક્સિજન પ્લાન્ટનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે 

162 પીએએમાં આવનાર 201.58 કરોડ રુપિયાનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે તેમાં 7 વર્ષનુ મેન્ટેનન્સ સામેલ છે. સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલા 162 પીએસએ પ્લાન્ટમાંથી 33 પ્લાન્ટ પહેલેથી જ સ્થાપિત થઈ ચૂક્યા છે. 5 મધ્યપ્રદેશમાં, 4 હિમાચલમાં ચંદીગઢ,ગુજરાત અને ઉત્તરાખંડમાં 3-3, બિહાર, કર્ણાટક અને તમિલનાડુમાં 2-2 આંધ્રપ્રદેશ,દિલ્હી,હરિયાણા,કેરળ,મહારાષ્ટ્ર,પુડુચેરી, પંજાબ અને યુપીમાં 1-1 પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.

રેમડેસિવિર માટે શું કરાયું
- મે સુધીમાં ઉત્પાદન 74.1 લાખ પ્રતિ મહિના વધશે
-ઉત્પાદન વધારવા માટે 20 પ્લાન્ટ્સને ઝડપી મંજૂરી અપાઈ છે. 
- નિકાશ પર પ્રતિબંધ મૂકાયો છે.
- રેમડેસિવિરની કિંમતમાં ઘટાડો કરાયો છે. 
-જમાખોરી અને કાળાબજારી અટકાવવા વિશેષ ધ્યાન આપવામાં આવશે.

કામચલાઉ હોસ્પિટલો શરુ કરીને બેડની સંખ્યા વધારવામાં આવશે 

આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું કે કોરોના સામેની લડાઈમાં રાજ્યોને તમામ જરુરી સહાય ઉપલબ્ધ કરાવાઈ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોરોના સામે એકજૂટ થઈને લડાઈ લડવી હવે ભવિષ્યનો એકમાત્ર રસ્તો છે.  તેમણે કહ્યું કે ઓક્સિજન પ્લાન્ટ, હોસ્પિટલ બેડ અને રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. કામચલાઉ હોસ્પિટલો શરુ કરીને બેડની સંખ્યા વધારવામાં આવશે. નાના રાજ્યોમાં દર સાત દિવસે અને મોટા રાજ્યોમાં દર ચાર દિવસે રસીનો સ્ટોક પહોંચાડવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર 2021 સુધીમાં કોવેક્સિનનો સપ્લાય 10 ગણો કરી નાખવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ