બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં ચોકલેટ ખવડાવી 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ, 6 મહિનાના ગર્ભની જાણ થતાં માતા શોકમગ્ન
Last Updated: 11:07 PM, 11 March 2026
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે થયેલી દુષ્કર્મની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સગીરા છ મહિનાની ગર્ભવતી હોવાની જાણ થતા પરિવાર તેમજ માતા ભારે આઘાતમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસની ઝડપી કાર્યવાહી દરમિયાન ગણતરીના કલાકોમાં જ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની કડક પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા
સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બંને આરોપીઓને મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. સગીરા જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં નોકરી કરતી હતી અને તે પંકજભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ.37 રહે. મ.નં 60, શ્રીજી વસાહત, દશામાતાના મંદિર પાસે, માણેજા, વડોદરા શહેર, મુળ રહે- શીનોર ગામ, તા.ડભોઈ, જી.વડોદરા) ચલાવતો હતો. આ સગીરા ટ્રસ્ટમાં કામ માટે ગઈ ત્યારે આ આરોપીએ પીંખી નાખી હતી.
ADVERTISEMENT

મેડિકલ રિપોર્ટ અને FSL બાદ જ જાણી શકશે
ADVERTISEMENT
તેમજ બીજો આરોપી જતીન ઉર્ફે આદેશ ઇશ્વરભાઈ ગોહીલ (ઉ.વ. 20, રહે.- બ્લોક નં 26, છાણી જકાતનાકા પાસે, વડોદરા શહેર) સોશિયલ મીડિયા દ્વારા સગીરાના સંપર્કમાં આવ્યો હતો. તેણે પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારે આ સગીરાને હાલમાં છ માસનો ગર્ભ છે. આ ગર્ભ કોનો છે તે મેડિકલ રિપોર્ટ અને FSL બાદ જ જાણી શકશે. મકરપુરા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT
સોનોગ્રાફી કરાવતા સમગ્ર બાબત સામે આવી
આ બાબતે પીડાતાની માતાએ જણાવ્યું હતું કે, પતિની તબિયત ખરાબ રહેતી હોવાના કારણે દીકરીએ ડરના માર્યા ઘરે જણાવ્યું ન હતું. તેમજ તેને દવાખાને લઈ જવાનું કહેતી ત્યારે તે ના પાડતી હતી. જે બાદ સરકારી હોસ્પિટલમાં ગયા જ્યાં સોનોગ્રાફી કરાવતા ડોક્ટરે પોલીસને જાણ કરવા કહ્યું હતતું. જે બાદ પરિવારજનો ડરી ગયા હતા. જે બાદ પરિવારે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT

પીડિતાની માતાના જણાવ્યા મુજબ, આરોપીએ સગીરાને કંઈક ચોકલેટ જેવી વસ્તુ ખવડાવી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પંકજ પરમાર ‘જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ ચલાવે છે અને તેણે ટ્રસ્ટમાં કામ કરવા આવેલી સગીરાને વિશ્વાસમાં લઈને ફસાવી હતી, જ્યારે જતીન ગોહીલ સોશિયલ મીડિયા મારફતે સગીરાના સંપર્કમાં આવ્યો હતો અને તેણે પણ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસએ બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ તાપીમાં ગોઝારો અકસ્માત, 2 બાઈક સામ સામે અથડાતાં 1માં આગ, 3 યુવકોના મોત
સગીરા હાલ સરકારી હોસ્ટિલમાં દાખલ છે તેમજ તેની તબીયત હાલ સારી છે. તેમજ મેડિકલ રિપોર્ટ અને fsl રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે કે ગર્ભ કોનો છે. આ સમગ્ર મામલે મકરપુરા પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.