બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / 1200 gifts received by PM Modi will be auctioned

ગિફ્ટસની હરાજી / PM મોદીને મળેલ 1200 ગિફ્ટ્સની કરાઇ હરાજી, જાણો ક્યાં વાપરવામાં આવશે આ પૈસા

Dinesh

Last Updated: 06:12 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીને એક વર્ષમાં 1200થી વધુ ભેટ મળી, ચોથી વાર થઈ ગિફ્ટસની હરાજી

  • PMને મળેલી ગિફ્ટસની કરાઈ હરાજી
  • ગિફ્ટસની ચોથીવાર કરાઈ હરાજી
  • આ વર્ષ PMને મળી 1200થી વધુ ગિફ્ટસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ગિફ્ટસની હરાજી કરવામાં આવી છે. હરાજી  17 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી યોજાઈ હતી. PMને આ વખતે 1200 જેટલી ભેટ મળી હતી. આ વર્ષે 1200થી વધુ ભેટની હરાજી કરવામાં આવી છે જેની કિંમત રૂ. 100થી લઈ 10 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી હતી. પ્રધાનમંત્રીને મળેલી ભેટની હરાજી થઈ છે જેમા મૂર્તિઓ, લોક કલાકૃતિયાનો પણ સમાવેશ થાય છે તેમજ અંગવસ્ત્ર, સાલ, પાઘડી, ટોપી, રસ્મી અમે તલવાર સહિતની ભેટ PM મોદીને મળી હતી. આ સિવાય અયોધ્યાના રામ મંદિર અને વારાણસીના કાશી-વિશ્વનાથ મંદિરની પ્રતિકૃતિનો પણ સમાવેશ છે. આ તમામ ગિફ્ટની હરાજી સંસ્કૃતિ મંત્રાલય કરે છે. હરાજી શરૂ થવા પહેલા સંસ્કૃતિ મંત્રી જી.કિશન રેડ્ડીને જણાવ્યું છે કે, આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સ, ડેફલિમ્પિક્સ અમે થોમસ કમ ચેમ્પિયનશિપમાંના ખેલાડીઓએ જે ગિફ્ટ આપી હતી તેનો પણ સમાવેશ કરી લેવાયો છે.
આ પૈસાનો શુ થાય છે?
હરાજીમાંથી આવતા પૈસાનું શું થાય છે એવો સવાલ ઉભા થાય છે ? તો જવાબ છે કે આ પૈસા ઉપયોગ નમામિ ગંગે કાર્યક્રમમાં વપરાય છે. નમામી ગંગેના કાર્યક્રમની શરૂઆત જૂન 2014માં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ 20 હજાર કરોડ રૂપિયાથી શરૂ કરવામાં આવ્યો હતો અને ગંગા નદીનો શુદ્ધીકરણ સહિત સુધારણાનો મુખ્ય હેતુ છે. ભેટની વસ્તુની હરાજીમાંથી આવતા પૈસા ગંગાની સફાઈ માટે ઉપયોગમાં લેવાય છે.
ગિફ્ટ્સની હરાજી ચૌથી વાર થઈ
PMની ગિફ્ટસની હરાજી ચોથી વખત થઈ છે.  વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટસની હરાજી પ્રથમ વખત 2019માં કરવામાં આવી હતી, જ્યારે હરાજીમાં 1,805 ભેટ મૂકવામાં આવી હતી. બીજી વખત 2020માં અને ત્રીજી વાર 2021માં હરાજી થઈ હતી. બીજા વાર 2,772 અને ત્રીજા વાર 1,348 ભેટોની હરાજી કરવામાં આવી હતી.
ગંગા નદીમાં શુ સુધારા થયા
ગંગા નદીની સ્વચ્છતા માટે જૂન 2014માં નમામી ગંગે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ વર્ષે 28 જુલાઈએ લોકસભામાં સરકારે કહ્યું હતું આ કાર્યક્રમ હેઠળ 374 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેની કિંમત 31,098 કરોડ રૂપિયાથી વધુ છે. અત્યાર સુધીમાં 210 પ્રોજેક્ટ પૂર્ણ પણ થઈ ચૂક્યા તેમ જણાવ્યુ હતું. આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં રૂ. 24,581 કરોડના 161 સીવરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે તેમજ આ અંતર્ગત 5,134 કિમીનું સીવરેજ નેટવર્ક લાઈન નાખવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, 161માંથી 92 પ્રોજેક્ટ પૂરા થઈ ચૂક્યા છે. પૂપી, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને પશ્રિમ બંગાળામાં સરકારે 30 હજાર હેક્ટર જમીનમાં વૃક્ષનો વાવેતર કર્યો છે. સાથો સાથ ગંગા નદીમાં 56 લાખથી વધુ માછલી બીજ પણ નાખ્યા છે તેમજ 930 કાચબા પણ છોડ્યામાં આવ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ