બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 12 Gujaratis who went on pilgrimage to Kailas Mansarovar stranded in Uttarakhand, seek help from government

ગુહાર / કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા 12 ગુજરાતીઓ ઉત્તરાખંડમાં છ દિવસથી ફસાયા, CM ભૂપેન્દ્ર પટેલ પાસે માગી મદદ

Published By: Dinesh Chaudhary

Last Updated: 03:53 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા 12 ગુજરાતીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢના ગુંજીમાં ખરાબ હવામાન કારણે છ દિવસથી ફસાયેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે મદદ પણ માગી છે

  • યાત્રાએ ગયેલા 12 ગુજરાતી ઉત્તરાખંડમાં ફસાયા 
  • ફસાયેલા યાત્રીઓએ CM ભૂપેન્દ્ર પેટલ પાસે માગી મદદ
  • ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્ક સાધ્યો

ગુજરાતથી કૈસાલ માન સરોવરના દર્શને ગયેલા 12 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ફસાયા છે. ઉત્તરાખંડના પિથૌરાગઢના ગુંજીમાં ખરાબ હવામાનના કારણે ગુજરાતીઓ ફસાયા છે. ખરાબ હવામાનને કારણે ગુંજીમાં છ દિવસથી ફસાયેલા ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી ગયા છે તેઓએ કપરી પરિસ્થિતીમાં રાજ્ય સરકાર પાસે મદદ પણ માગી છે

CM ભૂપેન્દ્ર પટેલ પાસે મદદ માગી
12 જેટલા ગુજરાતીઓ ખરાબ હવામાનના કારણે છ દિવસ જેટલા સમયથી ગુંજીમાં ફસાયેલા છે તેમણે વહીવટી તંત્ર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલ પાસે મદદ પણ માગી છે 

ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્ક સાધ્યો
ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ સરકાર પાસ મદદ માગી હતી જે બાબતે ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધ્યો છે. ફસાયેલા નાગરિકોને સુવિધાઓ બાબતે પણ વહીવટી તંત્ર સાથે સરકારે ચર્ચા કરી છે. ખરાબ વાતાવરણના પગલે રસ્તો બંધ હોવાના કારણે વાહનવ્યવહાર પર અસર હોવાથી યાત્રાળુંઓ ફસાયાની માહિતી મળી રહી છે

 સરકાર તરફથી જવાબ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર તા. 11/10/2022 ના રોજ રાહત કમિશનરમારફત મળેલ સુચના અનુસાર  ઉત્તરાખંડ ખાતે પિથોરગઢ જિલ્લામાં આવેલ કુમાઉં મંડલ વિકાસ નિગમ કેમ્પ, ગુંજી ખાતે આદિ કૈલાશ યાત્રા પર ગયેલ અંદાજિત 25 થી 40 ગુજરાતી પ્રવાસીઓ ગયેલ જે બાબતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી આ બાબતે પરિસ્થિતિ અંગે પિથોરગઢ જિલ્લાના ડિઝાસ્ટર સંબંધિત અધિકારી સાથે સંપર્ક કરવામાં આવતા તેઓ સંપૂર્ણ સુરક્ષિત છે અને ભોજન, મેડિકલ તેમજ રહેવાની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ફક્ત ખરાબ હવામાન તેમજ રોડ બંધ હોવાના લીધે તેઓને નીચે ઉતરવાના વાહનવ્યવહાર હાલ પૂરતા બંધ છે જે એક થી બે દિવસમાં પુનઃ કાર્યરત થયે તમામને સત્વરે સલામત રીતે પરત લઈ આવી શકાશે તેમ જણાવેલ છે

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat government Help Help wanted Stranded passengers uttrakhand goverment Passengers are trapped

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ