બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 11 bulls killed while crossing railway track at Ribda, 6 bulls passed out, 5 under treatment

દુર્ઘટના / રીબડા ખાતે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલ 11 બળદને મોતની ઠોકર, 6ના બળદના માસના લોચા બહાર નીકળી ગયા, 5 સારવાર હેઠળ

Vishal Khamar

Last Updated: 09:11 PM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જીલ્લામાં ધૂળેટી પર્વ નિમિત્તે અનેક દુર્ઘટનાઓ બનવા પામી હતી. જેમાં રીબડા રેલ્વે સ્ટેશન પર રાજકોટ તરફ જતી ઈન્ટરસીટી ટ્રેન સાથે 11 બળદને હડફેટે લીધા હતા.

  • રીબડા રેલવે સ્ટેશન  ઉપર રેલવે ની ઠોકરે લાગતા બળદ  6 નાં મોત  5 ધાયલ 
  • ઘટના સર્જાતા બળદના માલિક ફરાર થઈ ગયો હતો
  • ઘાયલ બળદોને એનિમલ શેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા

રાજકોટ જીલ્લામાં ધૂળેટી પર્વ નિમિત્તે અનેક દુર્ઘટનાઓ બનવા પામી હતી. જેમાં રીબડા રેલ્વે સ્ટેશન પર રાજકોટ તરફ જતી ઈન્ટરસીટી ટ્રેને 11 બળદને હડફેટે લીધા હતા. જેમાં 6 બળદના મોત નિપજ્યા હતા. અને 5 બળદ ઘાયલ થયા હતા.  આ ઘટનાની જાણ થતા ગૌરક્ષકોનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો. 
6 બળદ ટ્રેન સાથે અથડાયા હતા
રાજકોટના રીબડા રેલ્વે સ્ટેશન પર બપોરના સમયે એક ઈન્ટરસીટી ટ્રેન આવી રહી હતી. ત્યારે 11 જેટલા બળદ રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવતી ટ્રેનના કારણે અકસ્માત સર્જાયો હતો. ત્યારે કુલ 6 બળદ ટ્રેન સાથે અથડાયા હતા. જેનાં પગલે ઘટના સ્થળે જ બળદના મોત નિપજવા પામ્યા હતા.

અકસ્માત સર્જાતા લોકોનાં ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા


અકસ્માત સર્જાતા બળદ માલિક ફરાર થઈ ગયો હતો
અકસ્માત સર્જાતા બળદ માલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો  હતો. ત્યારે ઘટનાની જાણ ગૌ પ્રેમીઓને થતા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ્ર અને પશુઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત બળદને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપ્યા બાદ એનિમલ શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ