બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / 10 soldiers sacrificed in Chhattisgarh in 2022, India loses 17 soldiers this year

વીર જવાનોને સલામ / 2022માં છત્તીસગઢમાં 10 જવાનો દેશકાજે બલિદાન આપી ચૂક્યાં, આ વર્ષે 17 સૈનિકો ભારતે ગુમાવ્યા

Priyakant

Last Updated: 10:04 AM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chhattisgarh Naxal Attack News: છત્તીસગઢમાં દર વર્ષે સરેરાશ 350થી વધુ નક્સલવાદી હુમલાઓ થાય છે. જેમાં દર વર્ષે સરેરાશ 45 જવાનો શહીદ થાય છે

  • છત્તીસગઢના 14 જિલ્લાઓમાં નક્સલવાદીઓ બેફામ 
  • દર વર્ષે સરેરાશ 350થી વધુ નક્સલવાદી હુમલાઓ
  • 10 વર્ષમાં છત્તીસગઢમાં 3,447 નક્સલવાદી હુમલા 

છત્તીસગઢના દંતેવાડામાં એક મોટો નક્સલી હુમલો થયો છે. માઓવાદીઓએ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ ફોર્સના એક વાહન પર IED હુમલો કર્યો છે. આ હુમલામાં 11 જવાન શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોમાં 10 DRG સૈનિકો અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે. આ હુમલો દંતેવાડાના અરનપુરમાં ત્યારે થયો જ્યારે ડીઆરજી જવાન નક્સલ વિરોધી ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા. 

આ હુમલા બાદ છત્તીસગઢથી લઈને દિલ્હી સુધી એલર્ટ પર છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. અમિત શાહે ટ્વીટ કરીને આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરી છે. આ સાથે તેમણે છત્તીસગઢના સીએમને તમામ સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. છત્તીસગઢ સૌથી વધુ નક્સલ પ્રભાવિત રાજ્ય છે. 

દર વર્ષે સરેરાશ 350થી વધુ નક્સલવાદી હુમલાઓ
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર છત્તીસગઢના 14 જિલ્લાઓ-બલરામપુર, બસ્તર, બીજાપુર, દંતેવાડા, ધમતરી, ગારિયાબંદ, કાંકેર, કોંડાગાંવ, મહાસમુંદ, નારાયણપુર, રાજનાંદગાંવ, સુકમા, કબીરધામ અને મુંગેલી નક્સલીઓ પ્રભાવિત છે. આંકડા દર્શાવે છે કે, છત્તીસગઢમાં નક્સલી હુમલાઓ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. જો જોવામાં આવે તો અહીં દર વર્ષે સરેરાશ 350થી વધુ નક્સલવાદી હુમલાઓ થાય છે. જેમાં દર વર્ષે સરેરાશ 45 જવાનો શહીદ થાય છે.

એક હુમલામાં આટલા બધા શહીદ
આ વર્ષે 21 માર્ચે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે છત્તીસગઢમાં નક્સલવાદી હુમલાના આંકડા રજૂ કર્યા હતા. આ આંકડાઓ અનુસાર 2022માં રાજ્યમાં 305 નક્સલવાદી હુમલા થયા હતા. આ હુમલામાં સુરક્ષાદળોના 10 જવાન શહીદ થયા હતા. જ્યારે સુરક્ષા દળો દ્વારા 31 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે દંતેવાડામાં નક્સલી હુમલામાં 11 જવાનો શહીદ થયા છે. આ પહેલા સરકારે સંસદમાં જણાવ્યું હતું કે આ વર્ષે ફેબ્રુઆરી સુધી છત્તીસગઢમાં નક્સલી હુમલામાં 7 જવાન શહીદ થયા છે. એટલે કે આ વર્ષે અમે 18 સૈનિકો ગુમાવ્યા છે. તેથી, જો જોવામાં આવે તો 2022માં એક વર્ષમાં 300 હુમલાઓમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા લગભગ બમણી છે જે આ વર્ષે શહીદ થયા છે.

10 વર્ષમાં છત્તીસગઢમાં 3,447 નક્સલવાદી હુમલા 
આંકડાઓ અનુસાર 2013થી 2022 વચ્ચેના 10 વર્ષમાં છત્તીસગઢમાં 3 હજાર 447 નક્સલવાદી હુમલા થયા છે. આ હુમલાઓમાં 418 જવાનો શહીદ થયા છે, જ્યારે સુરક્ષા દળોએ 663 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. જોકે સામાન્ય લોકોને પણ નક્સલી હુમલાનો ભોગ બનવું પડે છે. દર વર્ષે સરેરાશ 50 થી વધુ નાગરિકો માઓવાદી હુમલામાં મૃત્યુ પામે છે. જોકે, સરકાર તેમને નક્સલવાદી હુમલાને બદલે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ કહે છે.

ઝારખંડ કરતાં છત્તીસગઢમાં વધુ હુમલા 
છત્તીસગઢના આંકડા પણ આશ્ચર્યજનક છે કારણ કે, ઝારખંડમાં અહીં કરતાં વધુ નક્સલ પ્રભાવિત જિલ્લાઓ છે. ઝારખંડના 16 જિલ્લા અને છત્તીસગઢના 14 જિલ્લા નક્સલ પ્રભાવિત છે. તેમ છતાં છત્તીસગઢની સરખામણીમાં ઝારખંડમાં નક્સલી હુમલાઓની સંખ્યા લગભગ અડધી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ગૃહ મંત્રાલયે સંસદમાં નક્સલ પ્રભાવિત રાજ્યોમાં નક્સલવાદી હુમલાના આંકડા આપ્યા હતા. આ આંકડા 2019 થી 30 નવેમ્બર 2022 સુધીના હતા. આ આંકડાઓ અનુસાર ઝારખંડમાં ચાર વર્ષમાં 647 નક્સલવાદી હુમલા થયા છે. આ હુમલાઓમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા સહિત 131 લોકોના મોત થયા હતા. જ્યારે આ જ સમયગાળા દરમિયાન છત્તીસગઢમાં 1,112 નક્સલવાદી હુમલા થયા હતા, જેમાં 345 લોકોના મોત થયા હતા.

આર્થિક સહાયમાં વધારો પણ.......... 
નક્સલી હુમલાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને મળતી થઈ રહ્યો છે. પરંતુ હુમલાઓ ઓછા થતા નથી. 2017-18માં કેન્દ્ર સરકારે છત્તીસગઢને 92 કરોડ રૂપિયા આપ્યા હતા, જે 2020-21માં વધીને 140 કરોડ રૂપિયા થઈ ગયા છે. આમ છતાં છત્તીસગઢ સૌથી વધુ મૃત્યુના મામલામાં ટોચ પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ