બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 10 lakh demanded after wife's suicide in Rajkot, husband died by suicide, heart-melting case

ગુજરાત / 'પુત્રી પછી જમાઈ જમ' ! રાજકોટમાં પત્નીના આપઘાત બાદ 10 લાખ માગ્યા, પતિનો ગળેફાંસો, દિલ પીગળાવતો કિસ્સો

Hiralal

Last Updated: 07:43 AM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં એક નિસંતાન કપલના આપઘાતની ઘટનાએ લોકોનું દિલ પીગળાવી મૂક્યું છે. દીકરીના આપઘાત બાદ સસરાએ 10 લાખ માગતા વિયોગમાં જમાઈએ પણ ગળેફાંસો ખાધો હતો.

  • રાજકોટમાં નિસંતાન કપલના આપઘાતનો દિલ પીગળાવતો કિસ્સો 
  • કરીના આપઘાત બાદ સસરાએ જમાઈ પાસેથી માગ્યા 10 લાખ 
  • પૈસા ન હોવાથી અને પત્નીના વિયોગે જમાઈએ કર્યો આપઘાત 
  • બાળક નહોતું થતું એટલે પરિણિતાએ કર્યો હતો આપઘાત 

રાજકોટમાં દીકરીના ગયા પછી જમાઈ જમ જેવો ઘાટ જોવા મળ્યો છે. સાસરીયામાં જમાઈનું કેટલું માન હોય છે તેની બધાને ખબર છે પરંતુ રાજકોટમાં જરા ઉલટું બન્યું. છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં ક્રાઈમની મોટી મોટી ઘટનાઓ બની રહી છે જેમાં એકનો વધારો થયો છે. નિસંતાન કપલના આપઘાતનો દિલ પીગળાવતો કિસ્સો બનતાં લોકો હચમચી ઉઠ્યાં હતા. અઠવાડિયા પહેલા કાજલ નામની પરિણિતાનો આપઘાત અને ત્યાર બાદ તેના પતિ પાસેથી સાસરીયા દ્વારા 10 લાખ માગવામાં આવતાં આખરે પતિએ પણ ગળેફાંસો ખાઈ લીધો. 

10 લાખ અને પત્ની વિયોગમાં યુવાનનો આપઘાત 
રાજકોટના યુવરાજનગરમાં રહેતા યુવાન અનિલ ડાભીએ આજે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા અનિલે એક વીડિયો પણ બનાવ્યો હતો અને આપઘાતનું કારણ પણ આપ્યું હતું. 

કોણે માગ્યા હતા 10 લાખ
હકીકતમાં દીકરીના આપઘાત બાદ સસરાએ મૃતક જમાઈ પાસેથી 10 લાખ માગ્યા હતા પરંતુ યુવાન પાસે આટલા બધા પૈસા નહોતા તે ઉપરાંત સાસરીયા તેને ખૂબ હેરાન પરેશાન કરતાં હતા. આથી કંટાળીને અને પત્નીના વિયોગે અનિલે મોતને વ્હાલું કરી લીધું હતું. 

આપઘાત કરનાર કપલને બાળકો નહોતો થતા
આ ઘટનામાં હૈયુ કંપી જાય તેવી બીજી વાત એ છે કે આપઘાત કરનાર કપલને બાળકો નહોતા થતાં અને એક અઠવાડિયા પહેલાં કાજલે પણ આ જ કારણે આપઘાત કરી લીધો હતો. કાજલના મોત બાદ સાસરીયાઓએ અનિલની હેરાનગતિ શરુ કરી હતી અને 10 લાખ માગવા લાગ્યાં હતા પરંતુ અનિલ પાસે આટલા બધા પૈસા નહોતા. 

વીડિયોમાં શું બોલ્યો અનિલ 
વીડિયોમાં અનિલે એવું કહેતો જોવા મળે છે કે 'મને મારી કાજલ (આપઘાત કરનાર પત્ની) વગર ગમતું નથી, પત્ની અને મારા અસ્થિ સાથે પધરાવજો, મારી પાસે મારા સસરા 10 લાખ માંગે છે હું એકલો થઈ ગયો છું ક્યાંથી લાવું'.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ