બ્રેકિંગ ન્યુઝ
ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે બોર્ડની પરીક્ષામાં કોપીકેસની કાર્યવાહી અટકી પડી છે. રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કોપીકેસની સુનાવણી માટે પરીક્ષા સમિતિએ બેઠક માટે ચૂંટણી પંચની પરવાનગી માંગી હતી. જો કે ચૂંટણી પંચે કોપીકેસની સુનાવણી અંગે પરવાનગી આપી ન હતી. જેના કારણે બોર્ડની કોપીકેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓની સજા નક્કી કરવાનો નિર્ણય અટવાયો છે. ચૂંટણી પરિણામ પહેલા પરીક્ષા સમિતિએ બેઠક માટે મંજૂરી માંગી હતી. ત્યારે ચૂંટણી પંચે બેઠક માટે મંજૂરી ન આપતા ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓની સજા નક્કી કરવાનો નિર્ણય અટવાઈ ગયો છે.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં કોપી કેસ નોધાતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. બોર્ડે પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે ખાસ તૈયારીઓ હાથ ધરી હતી, જેમાં પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવાયા હતા. જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવીની ચકાસણી દરમ્યાન શંકાસ્પદ કોપી કેસની વિગતો બોર્ડને મોકલવામાં આવી હતી. સીસીટીવીમાં કોપી કેસ કરતા વિદ્યાર્થીઓ સામે આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં વ્યક્તિ જો દોષિત સાબિત થાય છે તો 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા 2,00,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. જણાવી દઈએ કે પરીક્ષા પછી સીસીટીવીની ચકાસણી દરમ્યાન શંકાસ્પદ કોપી કેસની વિગતો બોર્ડને મોકલવામાં આવી હતી જેમાં ધો. 12 માં સામાન્ય પ્રવાહમા 226 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા. જ્યારે ધો.10 માં 170 વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા સીસીટીવીમાં ઝડપાયા હતા. બોર્ડની પરીક્ષામાં ધો. 10 અને 12 માં કુલ 452 વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા ઝડપાયા હતા.
વધુ વાંચો: ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે VTV પહોંચ્યું નિલેશ કુંભાણીના ઘરે, જોવા મળ્યું તાળું, ફોન પણ સ્વીચ ઓફ
ADVERTISEMENT
અત્યાર સુધીમાં મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જ બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત બોર્ડ આ વર્ષે લોકસભાની ચૂંટણીનાં કારણે એક મહિનો વહેલું પરિણામ જાહેર કરશે, એવું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.