બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / There is talk of canceled Congress candidate Nilesh Kumbhani joining the BJP

લોકસભા ચૂંટણી 2024 / ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે VTV પહોંચ્યું નિલેશ કુંભાણીના ઘરે, જોવા મળ્યું તાળું, ફોન પણ સ્વીચ ઓફ

Published By: Vishal Khamar

Last Updated: 12:22 PM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં નાટકીય ઢબે કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થયાનાં બીજા દિવસે જ ભાજપનાં ઉમેદવારને બિનહરીફ જાહેર કરાતા ભાજપે 26 બેઠકોમાંથી એક બેઠક પર જીત મેળવી હતી. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસનાં ઉમેદવાર ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

સુરતમાં કોંગ્રેસનાં ઉમેદવાર નિલેશ કુંભાણીની ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે વીટીવી ન્યુઝ નિલેશ કુંભાણીનાં ઘરે પહોંચ્યું હતું. નિલેશ કુંભાણીનાં ઘરે તાળું જોવા મળ્યું હતું. સરથાણ જકાતનાકા વિસ્તારમાં આવેલ નિલેશ કુંભાણીનાં ઘરે તાળુ જોવા મળ્યું હતું. કોંગ્રેસે કાર્યકરો નિલેશ કુંભાણીનાં ઘરે પહોંચ્યા હતા. પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ભારતીબેન નીલેશ કુંભાણીનાં ઘરે પહોંચ્યા હતા. કોંગ્રેસ કાર્યકરો નિલેશ કુંભાણીનો વિરોધ કરી રહ્યા છે.

નિલેશ કુંભાણીને ભાજપમાં જોડવા PAAS નેતાની ભૂમિકા હોવાની સુરતમાં ચર્ચા 
સુરતમાં કોંગ્રેસનું ફોર્મ રદ્દ થયા બાદ ઉમેદવારને લઈ મોટો ખુલાસો થવા પામ્યો છે. કોંગ્રેસસને સુરતમાં ઝટકો આપવામાં કોંગ્રેસનાં જ ઉમેદવાર સામેલ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સુરતમાં ભાજપ સાથે મેચ ફિક્સિંગ કરનાર કોંગ્રેસ ઉમેદવાર ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. નિલેશ કુંભાણી પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા હતા. નિલેશ કુંભાણીને ભાજપમાં જોડવા PAAS નેતાની ભૂમિકા હોવાની સુરતમાં ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસ ઉમેદવારને ભાજપમાં જોડી કોંગ્રસને ભાજપ નબળાઈ સામે લાવવા માંગે છે. ઉમેદવારી રદ્દ થયા બાદ નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા હતા.

 

વધુ વાંચોઃ ગુજરાતમાં ક્ષત્રિય સમાજને મનાવવા ભાજપના મનામણાં શરૂ! આજે પણ બેઠકોનો દોર યથાવત

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાંથી બે નેતાઓએ રાજીનામું આપ્યું હતું
સુરતથી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ AAPમાંથી રાજીનામું ધરી દીધું છે.  આ બંને નેતાઓએ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી રાજીનામું આપી દીધું છે. વિગતો મુજબઅલ્પેશ કથીરિયા  સુરત શહેર કાર્યકારી પ્રમુખ હતા. આ સાથે 2022માં વરાછા બેઠકથી અલ્પેશ કથીરિયા ચૂંટણી લડ્યા હતા. જોકે અચાનક લોકસભા ચૂંટણી પહેલા જ અલ્પેશ કથીરિયાનો AAPથી મોહભંગ થયો છે. 
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Nilesh Kumbhani congress surat કોંગ્રેસનો વિરોધ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે સુરત Lok Sabha Election 2024

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ