બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / zodiac sign these zodiac sign people are face many issues in love life

લવ લાઈફ / લવ..પ્રેમ...મહોબ્બતમાં ખૂબ અનલકી હોય છે આ રાશિના જાતકો, નથી ચાલતું રિલેશનશીપ, જુઓ લિસ્ટમાં તમારી રાશિ તો નથી ને!

Manisha Jogi

Last Updated: 05:35 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ વ્યક્તિના જીવનમાં પ્રેમ ખૂબ જ જરૂરી બાબત હોય છે. અનેક કપલ્સ એવા હોય છે, જે એકબીજાના વખાણ કરતા થાકતા નથી, પરંતુ કેટલીક રાશિના જાતકોએ રિલેશનશીપમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

  • જીવનમાં પ્રેમ ખૂબ જ જરૂરી બાબત હોય છે
  • કેટલીક રાશિના જાતકોએ રિલેશનશીપમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
  • આ રાશિના જાતકો લવલાઈફમાં હોય છે અનલકી

કોઈપણ વ્યક્તિના જીવનમાં પ્રેમ ખૂબ જ જરૂરી બાબત હોય છે. અનેક લોકોની લવ લાઈફમાં પ્રેમ અને રોમાન્સની કોઈ કમી હોતી નથી. સંબંધોમાં સમજ અને તાલમેલ ખૂબ જ જરૂરી છે. અનેક કપલ્સ એવા હોય છે, જે એકબીજાના વખાણ કરતા થાકતા નથી, પરંતુ કેટલીક રાશિના જાતકોએ રિલેશનશીપમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કઈ રાશિના જાતકોએ રિલેશનશીપમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

મેષ- આ રાશિના જાતકો સ્વતંત્ર અને સાહસી સ્વભાવના હોય છો અને ઊર્જાથી ભરપૂર હોય છે, પરંતુ ધીરજ હોતી નથી. આ રાશિના જાતકો સંબંધોમાં ખૂબ જ ઉતાવળ કરી બેસે છે. જેના કારણે મજબૂત અને લોન્ગ લાસ્ટિંગ રિલેશનશીપ બનાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

વૃષભ- આ રાશિના જાતકો તેમના પાર્ટનર પ્રત્યે સમર્પિત અને ઈમાનદાર હોય છે. આ રાશિના જાતકો ખૂબ જ જિદ્દી હોય છે, જેના કારણે સંબંધમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી થાછે. તેઓ આ રાશિનો સ્વીકાર કરી શકતા નથી, જેના કારણે સંબંધમાં વિવાદ વધવા લાગે છે. 

મિથુન- આ રાશિના જાતકો પ્રતિભાશાળી હોય છે અને તેમની કમ્યુનિકેશન સ્કિલ ખૂબ જ સારી હોય છે, પરંતુ વસ્તુઓથી બોર થવા લાગે છે. જેથી સંબંધમાં ઉત્સાહ અને રોમાંતની તલાશ કરવા લાગે છે. જેના કારણે સંબંધ વધુ સમય સુધી ચાલી શકતો નથી. 

કર્ક- આ રાશિના જાતકો ઈમોશનલી સેંસિટીવ હોય છે, પરંતુ નરમ સ્વભાવને કારણે સંબંધમાં પડકાર ઊભો થઈ શકે છે. રિજેક્શન અને ભયથી ખૂબ જ પરેશાન રહે છે. જેના કારણે રિલેશનશીપમાં સાવધાની રાખે છે અને ખુલીને વાત કરવામાં સંકોચ અનુભવે છે. 

સિંહ- આ રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. પરંતુ સંબંધમાં તેમના પ્રેમ અને પ્રશંસાની જરૂરિયાતને કારણે લવલાઈફમાં પ્રોબ્લેમ થી શકે છે. પાર્ટનર તરફથી ઈચ્છા પૂરી ના થવાને કારણે રિલેશનશીપમાં પ્રેશર ફીલ કરવા લાગે છે અને સંબંધને પૂરો કરવાની કોશિશ કરે છે. 

વૃશ્વિક- આ રાશિના જાતકો આત્મવિશ્વાસી અને ઝુનૂની હોય છે. સંબંધોમાં પઝેસિવ હોવાથી, જેલસીને કારણે સંબંધ ખરાબ થઈ શકે છે. રિલેશનમાં ગેરસમજણ ઊભી થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ