બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Yuvraj Singh Jadejas statement has come out after getting bail in the scandal

તોડકાંડ કેસ / 82 દિવસનો જેલવાસ ભોગવી બહાર આવેલા યુવરાજસિંહ ઢીલા પડ્યા?, રાજકીય સ્ટેન્ડને લઈ કરી નાખી મોટી વાત

Kishor

Last Updated: 05:57 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'મને ન્યાયતંત્ર ઉપર સંપુર્ણ ભરોસો હતો' તોડકાંડમાં સંડોવાયેલ યુવરાજસિંહ 82 દિવસ બાદ જેલમાંથી જામીનમુક્ત થયા બાદ નિવેદન આપ્યું હતું.

  • તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજાને જામીન મળ્યા
  • 82 દિવસ જેલમાં રહ્યા બાદ યુવરાજસિંહને મળ્યા જામીન
  • મને ન્યાયતંત્ર ઉપર સંપુર્ણ ભરોસો હતો : યુવરાજસિંહ

ભાવનગરના તોડકાંડમાં 82 દિવસ જેલવાસ ભોગવ્યા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો અને જામીન પર છુટકારો થયો છે. 82 દિવસ જેલમાં રહ્યા બાદ આજે યુવરાજસિંહને જામીન મળ્યા છે. ત્યારબાદ યુવરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે. જેમાં યુવરાજસિંહે કહ્યું હતું કે મને ન્યાયતંત્ર ઉપર સંપુર્ણ ભરોસો હતો. હું ડમીકાંડ બહાર લાવ્યો ત્યારે મારી સામે તોડકાંડ ઊભો કર્યો હતો.વધુમાં યુવરાજસિંહે હુંકાર કરતા કહ્યું હતું કે તોડકાંડમાં જે અધિકારીઓ સંડોવાયેલ છે જેને તોડ કર્યા છે તેને હું ખુલ્લા પાડીને જ જંપીશ,  વધુમાં હું મારું રાજકીય સ્ટેન્ડ આગામી દિવસોમાં જાહેર કરીશ. તેવું યુવરાજસિંહે કહ્યું હતું.

આવો હતો સમગ્ર કેસ?

બિપિન ત્રિવેદીએ એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવતા જણાવ્યું હતું કે, ડમીકાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. તેણે વીડિયોમાં જણાવ્યું હતું કે,  જેમાં યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.'  બાદમાં21 એપ્રિલે યુવરાજસિંહને તેમના નાંણાકિય વ્યવહારો બાબતે સતત પૂછવામાં આવતા સતત પૂછપરછ કરવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ પાસે જે હકીકતો પાપ્ત થઈ હતી તે મુજબ યુવરાજસિંહ અને તેમના માણસોઓએ પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી 1 કરોડ જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

જેલ હવાલે કરાયા હતા

જે માહિતીને અનુલક્ષી અને યુવરાજસિંહની સ્પષ્ટતા બાદ હકીકતોને અનુલક્ષીને  યુવરાજસિંહ અને અન્ય માણસોની વિરૂદ્ધ 21 એપ્રિલના મોડી સાંજે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386 અને 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.ડમીકાંડ મામલે  યુવરાજસિંહની ધરપકડ બાદ 22 એપ્રિલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે યુવરાજસિંહના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ત્યારબાદ પોલીસે યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ મોબાઈલ ડેટા રિકવર કરવા તજવીજ હાથ ધરી હતી. ત્યારબાદ તેઓને જેલ હવાલે કરાયા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ