બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Yudhishthira of 'Mahabharat' lashed out at the makers of the film Adipurush, said- 'They want to ruin the future generations.

મનોરંજન / હવે ફિલ્મ આદિપુરુષના મેકર્સ પર ભડક્યા 'મહાભારત' ના યુધિષ્ઠિર, કહ્યું- 'આવનારી પેઢીઓને બરબાદ કરવા માંગે છે..'

Megha

Last Updated: 07:59 AM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટા સ્ટાર્સે 'આદિપુરુષ'ના મેકર્સ ની ક્લાસ લગાવી રહ્યા હતા એવામાં હવે મહાભારતમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવતા ગજેન્દ્ર ચૌહાણે ફિલ્મનો વિરોધ કરતાં કહ્યું, 'ખરાબ ડાયલોગ્સ અને VFX પર લોકોનો ગુસ્સો વાજબી

  • મહાભારતમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવતા ગજેન્દ્ર ચૌહાણે આદિપુરુષ નો વિરોધ કર્યો
  • કહ્યું - ફિલ્મની ટિકિટ લીધા પછી પણ ફિલ્મ નથી જોઈ
  • આવનારી પેઢીઓને બરબાદ કરવા માંગે છે આ લોકો 

પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' ગયા શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. પ્રી-બુકિંગને કારણે ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ઘણી સારી કમાણી કરી હતી પણ બીજા દિવસથી કમાણીમાં ઘટાડો નોંધાવ્યો હતો. આ સિવાય સોશિયલ મીડિયા પર ફિલ્મના ડાયલોગ્સ અને સીન્સને લઈને હોબાળો થયો હતો. લોકો ફિલ્મને નેગેટિવ રિવ્યુ આપી રહ્યા છે. આ દરમિયાન ઘણા મોટા સ્ટાર્સે પણ 'આદિપુરુષ' મેકર્સ ની ક્લાસ લગાવી રહ્યા હતા એવામાં આ બધા વચ્ચે હવે મહાભારતમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવતા ગજેન્દ્ર ચૌહાણે પણ ફિલ્મનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે ખરાબ ડાયલોગ્સ અને VFX પર લોકોનો વિરોધ વાજબી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gajendra Chauhan (@gajjusay)

ફિલ્મની ટિકિટ લીધા પછી પણ ફિલ્મ નથી જોઈ
ગજેન્દ્ર ચૌહાણનું કહેવું છે કે "મેં ફિલ્મ માટે ટિકિટ ખરીદી હતી, પરંતુ મારા અંતરાત્માએ મને સિનેમા હોલમાં જોવા માટે કહ્યું ન હતું. ટ્રેલર અને ક્લિપ વાયરલ થયા પછી જ મને સમજાયું કે આ ફિલ્મ જોવા લાયક નથી. હું મારી માન્યતાઓ સાથે કોઈપણ કિંમતે બાંધછોડ કરવા માંગતો નથી. ભગવાન રામ મારા માટે હંમેશા શ્રી રામ રહેશે.''

આવનારી પેઢીઓને બરબાદ કરવા માંગે છે
ગજેન્દ્ર ટી-સિરીઝને સલાહ આપી. તેણે કહ્યું, 'હું માનું છું કે આ બધા પાછળ કોઈ ષડયંત્ર છે. આ લોકો આવનારી પેઢીઓને બરબાદ કરવા માંગે છે. હું ટી-સીરીઝના ભૂષણ કુમારને કહેવા માંગુ છું કે તેણે તેના પિતાની જેમ ઈમાનદારીથી કામ કરવું જોઈએ. આવનારા સમયમાં આ વસ્તુઓનો પ્રચાર ન કરવો જોઈએ.'

ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ
ફિલ્મના ડાયલોગ્સ વિશે વાત કરતાં ગજેન્દ્રએ કહ્યું, 'તીર કમાન સે નિકલ ગયા હૈ. આવી સ્થિતિમાં જે નુકસાન થવાનું હતું તે થયું છે. અત્યારે ભલે ગમે તેટલો સુધારો થાય, પણ હવે તેમાં કોઈ સુધારો નહીં થાય. હવે તેનો કોઈ ફાયદો નથી. લોકો ફિલ્મ નિર્માતાઓને તેમની ભૂલની સજા આપી ચૂક્યા છે. પહેલા દિવસની કમાણી અને ત્યારપછીના કલેક્શનમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ લોકો સજાને પાત્ર છે અને તેમને સજા મળવી જોઈએ. મને આશ્ચર્ય છે કે સેન્સર બોર્ડે આ ફિલ્મ કેવી રીતે પાસ કરી. ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ. પગલાં લઈને સરકારે તાત્કાલિક તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gajendra Chauhan (@gajjusay)

મનોજ મુન્તાશીરનીની પણ કરી ટીકા 
ગજેન્દ્રએ પણ મોનાજ મુન્તાશીર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે તેઓ ગીતના લેખક છે, તેમને સંવાદો લખવા માટે કહેવામાં આવવું જોઈતું ન હતું. ...લંકા મેં આગ લગા દુંગા જેવા સંવાદો પણ મનોજે ચોર્યા છે. તેઓએ તેને કુમાર વિશ્વાસના એક વીડિયોમાંથી લીધો છે અને તે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. પહેલા તેણે ભૂલ કરી અને હવે તે જીદ કરી રહ્યો છે. આવો અહંકાર કોઈને માટે સારો નથી. '

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ