ન્યૂઝ અપડેટ્સ
VTV / Food and Recipe / Your favorite fruit on the verge of extinction in the world
ADVERTISEMENT
આ ફંગસ કેળાંની એક પ્રજાતિને પહેલાં જ નષ્ટ કરી ચૂકી છે અને હવે તે નવી પ્રજાતિઓ તરફ આગળ વધી રહી છે. તેનું સંક્રમણ વર્તમાનમાં અમેરિકામાં કહેર મચાવી રહ્યું છે.
ADVERTISEMENT

અમેરિકાના ઘણા પ્રયાસો છતાં પણ આ ફંગસ ત્યાં પણ પહોંચી ચૂકી છે. દિક્ષણી અમેરિકી દેશ કોલંબિયામાં આ ફંગસ આવ્યા બાદથી સરકારે રાષ્ટ્રીય ઇમર્જન્સીની જાહેરાત કરી છે. અહીંના ઉત્તર-પૂર્વ પ્રાંત લા ગુઆજિરામાં 180 હેકટરની માટીમાં ફયુજેરિયમ ટાઇમ-૪ ફંગસ જોવા મળી હતી. સંયુકત રાષ્ટ્ર તરફથી આ અંગે ચેતવણી અપાઇ છે.
ADVERTISEMENT
સંયુકત રાષ્ટ્રે જણાવ્યું કે કેળાંમાં ફેલાયેલી આ બીમારી પર કેમિકલનો છંટકાવ બેઅસર સાબિત થઇ રહ્યો છે. કોઇ પણ દવા પ્રભાવી સાબિત થઇ રહી નથી. તે ટીઆર-4 ફંગસ એક વાર આવ્યા બાદ માટીમાં લગભગ 30 વર્ષ સુધી રહે છે.

ADVERTISEMENT
ટીઆર-4 ફંગસ સૌથી પહેલાં મલેશિયા અને ઇન્ડોનેશિયામાં જોવા મળી હતી. ત્યાર બાદ તે ખૂબ જ જલદી ચીનમાં પણ ફેલાઇ ગઇ. અહીં તે ઝડપથી અને બહુ મોટા ક્ષેત્રમાં ફેલાઇ ગયું. આ ફંગસ ઝાડનાં મૂળમાં હુમલો કરે છે અને ઝાડની નસોને બ્લોક કરી દે છે. તેથી વૃક્ષો સુકાઇ જાય છે.
આ બીમારી આફ્રિકા, મધ્ય-પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં 2013માં ફેલાઇ હતી. હવે તે દિક્ષણ અમેરિકામાં ફેલાઇ રહી છે. અહીં દુનિયાના સૌથી વધુ કેળાંનું ઉત્પાદન થાય છે. અહીં કેળાની પ્રજાતિ કેવેન્ડિસ પર ખતરો મંડરાઇ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો