બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / yoon-suk-yol was sworn in as President of South Korea

શપથ / યૂં સુક-યોલે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ, આવતાવેંત જ ઉત્તર કોરિયા મુદ્દે કરી દીધું એલાન

Khyati

Last Updated: 10:59 AM, 10 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકે યૂં સુક-યોલે લીધા શપથ,ચૂંટણીમાં 48.6 ટકા વોટ મેળવીને સત્તારૂઢ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિને હરાવ્યા.

  • યૂં સુક-યોલએ રાષ્ટ્રપતિ પદના લીધા શપથ
  • ઉત્તર કોરિયાને પરમાણુ મુક્ત કરવાનું આહ્વાન
  • રાષ્ટ્રપતિ મૂન જે-ઈને લીધી વિદાય 


દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈનનું સોમવારે વિદાય થઇ.  હવે યૂં સુક-યોલ અહીંના નવા રાષ્ટ્રપતિ હશે. તેમણે સોમવારે પદના શપથ લીધા હતા. મુખ્ય વિપક્ષ પીપલ પાવર પાર્ટીના 60 વર્ષીય યૂં ને ચૂંટણીમાં 48.6 ટકા વોટ મેળવીને સત્તારૂઢ ડેમોક્રેટિક પાર્ટીના લી-જે-મ્યુંગને રાષ્ટ્રપતિની દોડથી બહાર કરી દીધા હતા. ડેમોક્રેટિક પાર્ટીને 47.8 ટકા વોટ મળ્યા હતા. રાષ્ટ્રપતિ પદની શપથ લેતા જ યૂં સુક-યોલએ ઉત્તર કોરિયાને પરમાણુ મુક્ત કરવાનું આહ્વાન કર્યું છે.


અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ મૂન જે-ઈને તેમના વિદાય ભાષણમાં કહ્યું હતું કે તેમને આશા છે કે કોરિયન દ્વીપકલ્પ પર શાંતિ અને પરમાણુ નિઃશસ્ત્રીકરણ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે.


 

રોજગાર સર્જન પર ભાર મૂકવામાં આવશે

હવે નવા રાષ્ટ્રપતિ આગામી પાંચ વર્ષ માટે એશિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે જવાબદાર છે. યૂંને નેશનલ એસેમ્બલીમાં કહ્યું હતું કે આ સરકારી પરિયોજનાઓને બદલે ખાનગી ક્ષેત્રની આગેવાની હેઠળના રોજગાર સર્જન સહિત બજારના નેતૃત્વ ધરાવતા દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે. તેમનું કહેવુ છે કે તેમની યોજના કંપનીઓ માટે લાલફીતા શાહીમાં ઉપયોગ કરવા માટે અને ઉદ્યોગને નિયંત્રિત કરવાની છે.

વિદેશી નીતિ

યૂં સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે દક્ષિણ કોરિયાની સરકાર ઉત્તર કોરિયા સાથે ફરીથી વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કરશે અને જો પ્યોંગયાંગ પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે નક્કર પગલાં લેશે તો નોંધપાત્ર અને ઝડપી લાભો સાથેનો રોડમેપ તૈયાર કરશે. યૂં યુનાઇટેડ સ્ટેટ્સ  અમેરિકા સાથે  પરમાણુ જોડાણ પરામર્શને વિસ્તૃત કરવા, વોશિંગ્ટન અને ટોક્યો સાથે ત્રિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માગે છે. અને સંયુક્ત સ્ટેટ અમેરિકાસ ઑસ્ટ્રેલિયા, જાપાન અને ભારતની ક્વાડ સભામાં જોડાવા માંગે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ