બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Yatin Ojha to be re-appointed as Senior Advocate, SC blocks Gujarat High Court decision

રાહત / યતિન ઓઝા પુનઃ સિનિયર એડવોકેટ ગણાશે, ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર SCએ લગાવી રોક

Mehul

Last Updated: 09:43 PM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી અને એડ્વોકેટ્સ એસો.નાં પ્રમુખ યતીન ઓઝાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત પ્રદાન કરી છે.સિનિયર એડવોકેટનું ડેઝીગ્નેશન મેળવશે જાન્યુ.2022થી.

  • એડવોકેટ યતીન ઓઝાને સુપ્રીમ રાહત 
  •  હાઈકોર્ટના આદેશ સુપ્રીમ કોર્ટે લગાવી રોક 
  • દંડ અને સજા પર પણ રોક- બનશે સિનિયર એડવોકેટ 

ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી અને એડ્વોકેટ્સ એસો.નાં પ્રમુખ યતીન ઓઝાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત પ્રદાન કરી છે.અગાઉ કોર્ટેના તિરસ્કાર બદલ સિનિયર એડવોકેટનું ડેઝીગ્નેશન પરત લેવાના હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝા હવે જાન્યુઆરી પહેલી-2022થી ફરી વેળા ડેઝીગ્નેટેડ સિનિયર એડવોકેટ તરીકે ગણમાન્ય બનશે.તેઓએ કરેલી એક ટીપ્પણી બાદ કોર્ટના તિરસ્કાર બદલ તેઓ પર દંડ અને સજા પર પણ સુપ્રીમે રોક ફરમાવી છે.

હાઈકોર્ટ કરશે અવલોકન 
  
ન્યાયમૂર્તિ એસ.કે. કૌલ અને આર.સુભાષ રેડ્ડીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે બે વર્ષના આ સમયગાળામાં, ગુજરાત હાઈકોર્ટ નક્કી કરી શકે છે કે, અરજદાર પોતાને વરિષ્ઠ વકીલ તરીકે કેવી રીતે વર્તે છે. જે બાદ હાઈકોર્ટ તેમના સિનિયર કાઉન્સિલના પદ અંગે નિર્ણય લઈ શકે છે.

દંડ સજામાંથી મુક્તિ 

ગુજરાત હાઈકોર્ટની એડવોકેટ યતીન ઓઝા એ અગાઉ હાઈકોર્ટ સામે ટીપ્પણી કરી અને જૂગારધામ ગણાવ્યું હતું. ઉમેર્યું હતું કે, અહીં માત્ર અબજોપતિ જ જૂગાર રમી  શકે છે.સાથોસાથ તેમણે હાઈકોર્ટની રજિસ્ટ્રી કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા હતા.બાદમાં શ્રી ઓઝાએ બિનશરતી માફી પણ માંગી હતી પણ ગુજરાત હાઈકોર્ટે તે ફગાવી દીધી હતી 
યતીન ઓઝાને આ બદલ રૂપિયા બે હજારનો દંડ અને આખો દિવસ ( કોર્ટની કામગીરી સમાપ્ત થાય ત્યાં સુધી )બેસવાની સજા કરી હતી.  કન્ટેમ્પ્ટ કેસમાં રૂપિયા બે હજારનો દંડ લગાવાયો હતો.દંડ ના ભારે તો બે મહિનાની જેલની સજા બે જજની ખંડપીઠે સંભળાવી હતી. આ હૂકમ જસ્ટીસ સોનિયા બહેન ગોકાણી અને એન.વી અંજારિયાની ખંડપીઠે કર્યો હતો  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ