બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:12 AM, 16 October 2025
સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય સહાય એજન્સી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) એ બુધવારે જણાવ્યું છે કે તેના મુખ્ય દાતાઓ દ્વારા ભંડોળમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે છ દેશોમાં તેની ખાદ્ય સહાય કામગીરી ગંભીર અસર હેઠળ આવી રહી છે. આ પગલાંથી આશરે 14 મિલિયન લોકો ભૂખમરાના આરે આવી શકે છે.
ADVERTISEMENT

એક અહેવાલ અનુસાર જણાવા મળ્યું છે કે આ વર્ષના સમયગાળા દરમિયાન WFP માટે ભંડોળ મેળવવું સૌથી મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. મુખ્ય રૂપે અમેરિકા (ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટ હેઠળ) અને અન્ય પશ્ચિમી દેશો દ્વારા ફંડમાં નોંધપાત્ર કાપ મુકવાની નીતિનું પરિણામ છે. WFP એ ચેતવણી આપી છે કે જે દેશોમાં સૌથી વધુ અવરોધ છે, તેમાં અફઘાનિસ્તાન, કોંગો, હૈતી, સોમાલિયા, દક્ષિણ સુદાન અને સુદાનનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અધિકારીઓ જણાવે છે કે “આ ફક્ત ભંડોળનો અભાવ નથી, પરંતુ અત્યાર સુધી થયેલી પ્રગતિ ગુમાવવાનો જોખમ પણ છે.” આ વર્ષે WFP માટે ભંડોળ અંદાજે 40% ઘટી શકે છે, જેના કારણે $10 બિલિયનના બજેટને $6.4 બિલિયન સુધી ઘટાડવાની શક્યતા છે. આ કાપને લીધે ખાદ્ય સહાયના અનેક કાર્યક્રમો અટકી શકે છે અને સૌથી જોખમી સ્તર પર, લોકોને જલ્દી જ ખોરાક મળવાનું મુશ્કેલ બની શકે છે.
ADVERTISEMENT
વિશ્વની આ સ્થિતિના પગલે, WFP જેવા સંસ્થાઓની કામગીરી માટે વધુ સહાય અને દાતાઓનું સમર્થન અત્યંત આવશ્યક બની ગયું છે. જો આ સ્થિતિ યથાવત રહી, તો સૌથી નાબાળક અને વિકલાંગ વર્ગના લોકો સૌથી વધુ અસરિત થઈ શકે છે. ભૂખમરાનું સંકટ માત્ર છ દેશો સુધી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ખાદ્ય સલામતી માટે મોટો પડકાર ઉભો કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.