બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'અહંકાર અને પાકિસ્તાનના રૂપિયાની લાલચમાં...', અમેરિકાના પૂર્વ રાજદૂતે ટ્રમ્પને લીધા આડેહાથ

વિશ્વ / 'અહંકાર અને પાકિસ્તાનના રૂપિયાની લાલચમાં...', અમેરિકાના પૂર્વ રાજદૂતે ટ્રમ્પને લીધા આડેહાથ

Nidhi Panchal

Last Updated: 09:33 AM, 16 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં રાજકીય વિવાદ ફરી ગરમાયો છે. ભૂતપૂર્વ રાજદૂતના વિવાદિત નિવેદનોએ બધા આશ્ચર્યચકિત કરી દીધા છે.

અમેરિકામાં જાપાનના ભૂતપૂર્વ રાજદૂત રહમ ઇમેન્યુઅલએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કડક પ્રહાર કર્યો છે. તેમના અભિપ્રાય અનુસાર, ટ્રમ્પના પગલાંઓને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના 40 વર્ષના વ્યૂહાત્મક સંબંધોમાં મોટું નુકસાન થયું છે. રહમ ઇમેન્યુઅલે જણાવ્યું કે ટ્રમ્પનો ઘમંડ અને પાકિસ્તાન પાસેથી થોડી રકમ મેળવવાની લોભીચલનાથી આ સંબંધો ખોટા માર્ગે ગયા.

rahem

તેમણે કહ્યું કે ટ્રમ્પની નીતિઓ માત્ર રાજદ્વારી ભૂલ જ નહીં પરંતુ વ્યૂહાત્મક ભૂલ પણ છે, જેનો સીધો ફાયદો ચીને ઉઠાવ્યો છે. ટ્રમ્પે પોતાના સ્વાર્થ અને અહંકારને પ્રાથમિકતા આપી દાયકાઓ જૂની વ્યૂહાત્મક ભાગીદારી જોખમમાં મૂકી. ખાસ કરીને પાકિસ્તાન પાસેથી પૈસા તેમના પુત્રને આપવામાં આવ્યા, જે ભારત-અમેરિકા સંબંધોને નુકસાન પહોંચાડનારું પગલું હતું.

vtv app promotion

રહમ ઇમેન્યુઅલે આગળ જણાવ્યું કે ટ્રમ્પના આ પગલાથી માત્ર ભારત સાથેના સંબંધો જ નથી બગડ્યા, પરંતુ અમેરિકાની વિશ્વસનીયતા પર પણ અસર પાડી છે. ચીને આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને એશિયામાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન ફક્ત ટ્રમ્પના પુત્રને જ નહીં, પરંતુ ઉદ્યોગપતિ વિટકોફના પુત્રને પણ પૈસા આપ્યા હતા, જે અમેરિકાના લાંબા ગાળાના ઇન્ડો-પેસિફિક હિતો માટે ગંભીર ખતરો છે.

આ પણ વાંચો : ભારતની સ્વદેશી રક્ષા ટેક્નિકનો વાગશે વિશ્વમાં ડંકો! આ દેશની રક્ષા કરશે 'આકાશ મિસાઇલ'

શિકાગો શહેરના મેયર અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઓબામાના ચીફ ઓફ સ્ટાફ રહમ ઇમેન્યુઅલના આ નિવેદનો અમેરિકન રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી રહ્યા છે. અનેક નિષ્ણાતો માનવામાં આવે છે કે આ મામલો આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં મહત્વનો વળાંક લાવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India-US relations Donald Trump Rahm Emanuel
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ