બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:34 AM, 16 October 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો છે કે ભારત હવે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. ટ્રમ્પના નિવેદન અનુસાર, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આ બાબતની ખાતરી આપી છે. ટ્રમ્પના આ નિવેદન પછી ભારતીય વિદેશ મંત્રાલયે તરત જ પ્રતિક્રિયા આપી.
ADVERTISEMENT

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત પોતાની ઊર્જા નીતિમાં દેશના નાગરિકોના શ્રેષ્ઠ હિતને પ્રાથમિકતા આપે છે. તેમણે ઉમેર્યું, “ભારત તેલ અને ગેસનો મહત્વપૂર્ણ આયાતકાર છે. અસ્થિર ઉર્જા પરિસ્થિતિમાં ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું અમારી પ્રાથમિકતા છે. અમારા આયાત નીતિ આ હેતુથી સંપૂર્ણપણે આકાર પામે છે. સ્થિર ઊર્જા ભાવ અને સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવું એ અમારી ઊર્જા નીતિના મુખ્ય ઉદ્દેશો છે.”
ADVERTISEMENT

ADVERTISEMENT
જાયસ્વાલે જણાવ્યું કે ભારત પોતાના ઊર્જા સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવી રહ્યું છે અને બજારની જરૂરિયાત મુજબ ફેરફારો કરી રહ્યું છે. તેઓએ ઉમેર્યું, “અમેરિકા સાથે ઊર્જા સહયોગ પર ઘણા વર્ષોથી ચર્ચા ચાલે છે. છેલ્લા દાયકામાં ભારત-યુએસ ઊર્જા સહયોગ વધુ મજબૂત થયો છે. વર્તમાન US સરકાર પણ આ સહયોગને મજબૂત બનાવવા માટે રસ દર્શાવી રહી છે.”

ADVERTISEMENT
ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયા પાસેથી ભારતની તેલ ખરીદી તેમના માટે સૌથી મોટી ચિંતાનો મુદ્દો છે. આ માટે તેમણે ભારત પર 50 ટકા ટેરિફ પણ લાદ્યો હતો. તે સમયે, બુધવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે PM મોદીએ તેમને ખાતરી આપી છે કે હવે ભારત રશિયાથી તેલ નહીં ખરીદે.
ADVERTISEMENT
આ પણ વાંચો : પૃથ્વી બની જશે આગનો ગોળો! AI લાવશે તબાહી! સ્ટીફન હોકિંગની ડરામણી ભવિષ્યવાણી
ભારતે અગાઉ સ્પષ્ટતા કરી છે કે તે પોતાના નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને અને બજારની સ્થિતિને જોઈને રશિયાથી તેલની ખરીદી ચાલુ રાખશે. વિદેશ મંત્રાલયે ટ્રમ્પના દાવાને સીધું નકાર્યું નથી, પરંતુ તેમણે પોતાની નીતિની સ્પષ્ટતા કરી છે. આ કેસ એ બતાવે છે કે ઊર્જા નીતિ અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સમતોલતાને કેવી રીતે જાળવવી એ ભારત માટે મહત્વપૂર્ણ છે. ભારત પોતાના નાગરિકોના હિતો અને આંતરરાષ્ટ્રીય સંબંધો બંનેને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઈ રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.