બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / પૃથ્વી બની જશે આગનો ગોળો! AI લાવશે તબાહી! સ્ટીફન હોકિંગની ડરામણી ભવિષ્યવાણી

આગાહી / પૃથ્વી બની જશે આગનો ગોળો! AI લાવશે તબાહી! સ્ટીફન હોકિંગની ડરામણી ભવિષ્યવાણી

Priyankka Triveddi

Last Updated: 11:21 AM, 16 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stephen Hawking Prediction: મહાન વૈજ્ઞાનિક Stephen Hawking એ ભવિષ્યવાણી કરી હતી કે એક દિવસ દુનિયા ખતમ થઈ જશે. તેમનું કહેવું હતું કે દુનિયાના અંતના ઘણા લક્ષણો અત્યારથી જ આપણી સામે દેખાઈ રહ્યા છે.

Stephen Hawking Prediction: જાણીતા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે Stephen Hawking દુનિયાના અંતની આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે માણસો જાતે જ તેમનો અંત નોતરશે. માણસ જાતે જ એવી પરિસ્થિતિનું નિર્માણ કરશે કે પૃથ્વી એક ઉજ્જડ ભૂમિ બની જશે. હવે આજના સમયે જોતાં એવું લાગે છે કે જાણે તેમના શબ્દો સાચા પડી રહ્યા હોય. હોકિંગે ચેતવણી આપી હતી કે ઝડપથી વધતી વસ્તી અને ઉર્જા વપરાશ વિશ્વના અંત તરફ દોરી શકે છે. આનાથી પૃથ્વી આગના વિશાળ ગોળામાં ફેરવાઈ જશે. નોંધનીય છે કે 2017 માં હોકિંગે ઝડપી ટેકનોલોજીકલ વિકાસ પર ચિંતા વ્યક્ત કરી હતી.

stephen-hawking

હોકિંગે શું ચિંતા વ્યક્તિ કરી હતી?

હોકિંગે એક સમિટમાં કહ્યું હતું કે જો આ અબધું આવી જ રીતે વધતું રહ્યું તો ધરતી એક વિશાળ આગના ગોળમાં બદલાઈ જશે. Hawking નું કહેવું હતી કે તેમને ભવિષ્યમાં પણ વૈજ્ઞાનિક કે ટેકનિકલ વિકાસ ધીમપ પડતો કે અટકતો દેખાઈ રહ્યો નથી. તેમની ભવિષ્યવાણી હતી કે વર્તમાન સમયમાં જે ઝડપથી વિકાસ થઈ રહ્યી છે તે જોતાં એવું લાગે છે કે હવે પૃથ્વી હજાર વર્ષ પર પણ નહીં રહી શકે.

Russia-Earthquake

શું પૃથ્વી આગનો ગોળો બની જશે?

Hawking એ જણાવ્યું હતું કે વર્ષ 2600 સુધીમાં વિશ્વની વસ્તી ખૂબ જ વધી જશે અને વીજળીનો વપરાશ પૃથ્વીને લાલ-ગરમ, અસહ્ય બનાવી દેશે. હોકિંગે વધતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે જો માનવીઓ આ દરે વૃદ્ધિ પામતા રહેશે, તો તેઓ એવી પરિસ્થિતિનું નિર્માણ કરશે જ્યાં પરમાણુ યુદ્ધ તેમને નષ્ટ કરી દેશે. Stephen Hawking ના મતે, પૃથ્વીનો નાશ કરી શકે તેવા અન્ય જોખમોમાં રોગચાળો, AIઅને એલિયન્સનો સમાવેશ થાય છે.

War-Image

શું પરમાણુ યુદ્ધ સંભવ છે?

રશિયાએ કહ્યું છે કે યુક્રેન સામે લડતી વખતે પરમાણુ હુમલો શક્ય છે. ઇઝરાયલ હમાસ અને ઈરાન સાથે પણ અનેક સંઘર્ષોમાં સામેલ રહ્યું છે. પૃથ્વી પર એલિયન આક્રમણ દૂરનું લાગે છે તે સમયે હોકિંગે સૂચવ્યું હતું કે યુએફઓ પૃથ્વી ઉપર ફરતા હોઈ શકે છે. તેમણે એમ પણ સૂચવ્યું હતું કે યુએફઓ એલિયન્સને લઈ જઈ રહ્યા હોઈ શકે છે.

વધુ વાંચો: વિશ્વભરમાં 1.4 કરોડ લોકો બનશે ભૂખમરાના શિકાર, સંયુક્ત રાષ્ટ્રની ચેતવણીએ ચોંકાવ્યા

VTV Promo Image

AI થી દુનિયાને શું ખતરો છે?

ai-job

વૈજ્ઞાનિકો એ વાત પર ભાર આપે છે કે AGI માનવ અસ્તિત્વ માટે કેટલા મોટા ખતરાનું કારણ બની શકે છે તે પર ભાર મૂકી રહ્યા છે. કેટલાક તો એવું પણ સૂચવે છે કે વિશ્વના અબજોપતિઓ AI ને વિશ્વ પર મુક્ત કરવામાં આવે તે પહેલાં બંકર બેડ બનાવી રહ્યા છે. વધુમાં આપણે આબોહવા પરિવર્તન અને ગ્રીનહાઉસ ગેસ જેવા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. જેના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Earth Future Earth in Danger Stephen Hawking Prediction
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ