ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:03 PM, 1 June 2026
ADVERTISEMENT
તાજેતરમાં સોશિયલ મીડિયા પર "નાગરિક સમજ" એટલે કે સિવિક સેન્સ અંગે ચર્ચાનો માહોલ ફરી ગરમાયો છે. આ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે સ્વિટ્ઝર્લૅન્ડની એક હોટેલ, જ્યાં ખાસ કરીને ભારતીય મહેમાનો માટે કેટલાક નિયમો તૈયાર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જાણીતા ઉદ્યોગપતિએ આ નિયમોની યાદીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ પોસ્ટ વાયરલ થતાં લોકો વચ્ચે ભારતીય પ્રવાસીઓના વર્તન અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોતાની પોસ્ટમાં ઉદ્યોગપતિએ જણાવ્યું કે, એક વખત તેમણે સ્વિટ્ઝર્લૅન્ડની એક હોટેલમાં એવા નિયમોની યાદી જોઈ હતી, જે ખાસ ભારતીયો માટે બનાવવામાં આવી હતી. આ યાદી જોઈને તેમને આશ્ચર્ય થયું હતું. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં રેસ્ટોરાંમાં ગરબા રમાતા, એરપોર્ટ પર મોટેથી વાતચીત થતી અને વિમાનના કેબિનને પિકનિક સ્પોટમાં ફેરવાઈ ગયેલા દૃશ્યો જોવા મળ્યા છે.
ADVERTISEMENT
તેમણે વધુમાં લખ્યું કે દાવોસમાં એક ભારતીય ઉદ્યોગપતિએ એક ક્લબમાં પંજાબી ગીતો એટલા જોરથી વગાડ્યા હતા કે આખું શહેર તે સાંભળી શકે. આવી ઘટનાઓના કારણે વિદેશોમાં ભારતીયોની છબી અંગે પ્રશ્નો ઉભા થાય છે. ઉદ્યોગપતિએ જાપાનનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે જાપાન તેના નમ્ર વર્તન, શિસ્ત અને નાગરિક સમજ માટે સમગ્ર વિશ્વમાં સન્માન મેળવે છે. જો ભારતને વૈશ્વિક મહાસત્તા બનવું હોય તો ભારતીયોને તેમની શ્રેષ્ઠતા, અન્ય લોકો પ્રત્યેના આદર અને જવાબદાર વર્તન માટે ઓળખ મળવી જોઈએ.
ADVERTISEMENT
આ ચર્ચાનું કારણ બનેલા નિયમો સ્વિટ્ઝર્લૅન્ડના ગસ્ટાડ વિસ્તારમાં આવેલી આર્ક-એન-સીલ હોટેલના હોવાનું જણાવવામાં આવ્યું છે. હોટેલ દ્વારા મહેમાનોને આપવામાં આવેલી સૂચનાઓમાં ભોજન, વ્યવહાર અને શાંતિ જાળવવા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. નાસ્તા અંગેના નિયમોમાં જણાવાયું છે કે સવારે 7:30 થી 10:30 વાગ્યા સુધી ખુલ્લા રહેતા બુફેમાં આપવામાં આવતો ખોરાક માત્ર ત્યાં જ ખાવા માટે છે અને તેને બહાર લઈ જવાની મંજૂરી નથી. જો કોઈને પેક્ડ લંચ જોઈએ તો તે અલગથી ઓર્ડર કરીને મેળવી શકે છે.
ADVERTISEMENT
હોટેલે મહેમાનોને અન્ય લોકોનો વિચાર કરવા પણ કહ્યું છે. નિયમોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે બુફેનો ઉપયોગ કરતી વખતે માત્ર આપવામાં આવેલી કટલરીનો જ ઉપયોગ કરવો અને અન્ય મહેમાનોને પણ સમાન સુવિધા મળે તેનું ધ્યાન રાખવું. લંચ અને ડિનર દરમિયાન જો બે કે તેથી વધુ લોકો ભોજન શેર કરવા માંગતા હોય તો વધારાના વ્યક્તિ દીઠ સર્વિસ અને પ્લેટ માટે CHF 5 અને પીણા માટે CHF 1 નો ચાર્જ લેવામાં આવશે.
આ પણ વાંચો : ભૂલથી વિસ્ફોટકો ફાટી જતા બિલ્ડિંગમાં ભયાનક બ્લાસ્ટ, 55થી વધુના મોત
ADVERTISEMENT
શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હોટેલે કેટલીક ખાસ સૂચનાઓ પણ આપી છે. મહેમાનોને કોરિડોરમાં શાંતિ જાળવવા અને બાલ્કનીમાં મોટેથી વાતચીત ન કરવા જણાવાયું છે, કારણ કે હોટેલમાં વિવિધ દેશોના લોકો રોકાયા હોય છે અને તેઓ પણ શાંતિપૂર્ણ વાતાવરણની અપેક્ષા રાખતા હોય છે. ઉપરાંત રિસેપ્શન અને રૂમ સર્વિસના સમય અંગે પણ સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે. હર્ષ ગોયેન્કાની પોસ્ટ બાદ હવે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે ભારતને વૈશ્વિક સ્તરે વધુ સકારાત્મક છબી માટે માત્ર આર્થિક વિકાસ નહીં પરંતુ નાગરિક સમજ અને જવાબદાર વર્તન પર પણ ધ્યાન આપવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital