બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:57 AM, 17 October 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (15 ઓક્ટોબર) દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. ટ્રમ્પે એક મોટો દાવો કરતા કહ્યું હતું કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આ અંગે ખાતરી આપી છે. ત્યારે હવે આ મુદ્દા પર મોસ્કોએ પ્રતિક્રિયા આપી છે. ભારતમાં રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે જણાવ્યું કે ભારતના અર્થતંત્રને રશિયન તેલની જરૂર છે. તેમણે ભારતને રશિયાનો વિશ્વસનીય ભાગીદાર પણ ગણાવ્યો. ટ્રમ્પે ભારતથી નારાજ થઈને તેના પર 50 ટકા ટેરિફ લગાવી દીધો હતો. તેઓ નથી ઇચ્છતા કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે.
ADVERTISEMENT
રશિયન રાજદૂત અલીપોવે કહ્યું, "ભારતની કુલ ક્રૂડ ઓઇલની કુલ આયાતનો એક તૃતીયાંશ ભાગ રશિયાથી આવે છે. અમે ભારત માટે એક વ્યાજબી વિકલ્પ રહ્યા છીએ. રશિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વિશ્વમાં સ્થિરતા લાવનાર તાકાત તરીકે જોવામાં આવે છે. આ સંબંધ વિશ્વાસ પર બનેલો છે. અમે ભારતના મુખ્ય વેપારી ભાગીદાર છીએ અને ઉર્જા ક્ષેત્રમાં ભારતના સૌથી વિશ્વસનીય ભાગીદાર છીએ."
ADVERTISEMENT
રશિયાએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કડક મેસેજ આપ્યો છે. રશિયન રાજદૂતે કહ્યું, "ગ્લોબલ નોર્થ અત્યાર સુધી ટેરિફ અને વિવિધ પ્રતિબંધો લગાવતું રહ્યું છે. આ દર્શાવે છે કે તેઓ બહુધ્રુવીય વિશ્વને સ્વીકાર કરવાથી કતરાઈ રહ્યા છે. આનાથી વૈશ્વિક શાસન પ્રણાલીમાં સુધારામાં વિલંબ થશે. આ સુધારા ખૂબ જ જરૂરી પણ છે."

ADVERTISEMENT
જોકે, વિદેશ મંત્રાલયે ટ્રમ્પના દાવાઓનો પર્દાફાશ કર્યો છે. ટ્રમ્પના દાવાઓ બાદ, ભારતે ગુરુવારે (16 ઓક્ટોબર) જણાવ્યું હતું કે તે બજારની પરિસ્થિતિઓને અનુરૂપ ઉર્જા પુરવઠાના તેના સ્ત્રોતોને વિસ્તૃત અને વૈવિધ્યસભર બનાવી રહ્યું છે. ટ્રમ્પના દાવા અંગેના સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પીએમ મોદીએ ટ્રમ્પ સાથે વાત કરી હતી કે નહીં તે અંગે તેમની પાસે કોઈ માહિતી નથી. તેમણે કહ્યું કે "ભારત તેલ અને ગેસનો એક મહત્ત્વપૂર્ણ આયાતકાર છે. અસ્થિર ઊર્જા પરિદૃશ્યમાં ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું એ અમારા માટે સતત પ્રાથમિકતા રહી છે." તેમણે ઉમેર્યું કે ભારત તેના લોકોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કેરેબિયન સાગરમાં અમેરિકાએ કર્યો ફરી હુમલો, ડ્રગ્સ તસ્કરી કરતી બોટને બનાવી નિશાન
ADVERTISEMENT
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત વિશે કેટલાય મોટા દાવા કર્યા છે. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનો શ્રેય પણ લીધો હતો, પરંતુ ભારતે આ દાવાને ફગાવી દીધો હતો. હવે, ટ્રમ્પે રશિયન તેલ અંગે દાવો કર્યો છે. ટ્રમ્પ હાલમાં પાકિસ્તાનની ખૂબ નજીક છે, અને તેના કારણે ભારત સાથેના સંબંધોમાં તણાવ આવ્યો છે. જણાવી દઈએ કે ટ્રમ્પ ભારત અને ચીનથી ખૂબ જ નારાજ છે. ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ યુદ્ધ શરૂ થયું છે. ટ્રમ્પે ચીન પર ટેરિફ લગાવ્યો, જેના કારણે ચીને પણ કાર્યવાહી કરી. અમેરિકાએ ભારત પર પણ 50 ટકા ટેરિફ લગાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.