બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / "મને નથી ખ્યાલ કે રે*પ કર્યો...", હવે જ્યોર્જ બુશને લઈ એપસ્ટિન ફાઇલ્સમાં મોટો ખુલાસો

વિશ્વ / "મને નથી ખ્યાલ કે રે*પ કર્યો...", હવે જ્યોર્જ બુશને લઈ એપસ્ટિન ફાઇલ્સમાં મોટો ખુલાસો

Published By: Vidhata Gothi

Last Updated: 09:26 AM, 3 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Epstein Files: યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એપસ્ટિન સંબંધિત ડોક્યુમેન્ટ્સ જારી કર્યા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. હવે આ ડોક્યુમેન્ટ્સમાં જ્યોર્જ બુશનું નામ પણ સામે આવ્યું છે.

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ કુખ્યાત યૌન અપરાધી જેફરી એપસ્ટિન સંબંધિત દસ્તાવેજોનો અંતિમ ભાગ જાહેર કર્યો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. આ દસ્તાવેજોમાં રાજકારણ, ઉદ્યોગ અને સત્તા સાથે જોડાયેલા કેટલાય પ્રભાવશાળી વ્યક્તિઓનો ઉલ્લેખ છે, જેમાં જ્યોર્જ બુશનું નામ પણ સામે આવ્યું છે. એપસ્ટિન ફાઇલ્સમાં 30 લાખ ડોક્યુમેન્ટ્સ, 2,000 વીડિયો અને 180,000 ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા. આ ડોક્યુમેન્ટ્સમાં પીડિતોના ઇન્ટરવ્યુ, ઇમેઇલ અને તપાસ સંબંધિત અસંખ્ય ગુપ્ત વિગતો જાહેર કરવામાં આવી છે.

આ ફાઇલ્સમાં જ્યોર્જ બુશ પર ચોંકાવનારા આરોપો લગાવવામાં આવ્યા છે. જ્યોર્જ બુશનું નામ એપસ્ટિનની વ્યક્તિગત ડાયરી કે રેકોર્ડમાં નથી પરંતુ તેનો ઉલ્લેખ ન્યૂ યોર્ક પોલીસના ચાઇલ્ડ એક્સપ્લોઈટેશન યુનિટમાં એક પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ફાઇલ્સમાં જ્યોર્જ બુશ 1 નામનો ઉલ્લેખ પણ ગંભીર આરોપો સાથે કરવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ સંદર્ભ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ સાથે જોડાયેલો છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે એપસ્ટિનની એક પીડિતાએ એક ઇન્ટરવ્યુમાં જ્યોર્જ બુશ I વિશે ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. દસ્તાવેજોમાં સામેલ એક ઇમેઇલમાં પીડિતાના નિવેદનનો ઉલ્લેખ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે "બુશ-1એ પણ તેની સાથે બળાત્કાર કર્યો હતો." જો કે એ નથી જણાવવામાં આવ્યું કે "જ્યોર્જ બુશ I" કોણ છે. આ આરોપ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમેરિકામાં જ્યોર્જ બુશ નામના બે રાષ્ટ્રપતિઓ રહી ચૂક્યા છે. જ્યોર્જ બુશ સિનિયર 1989માં રાષ્ટ્રપતિ બન્યા હતા, જ્યારે તેમના પુત્ર, જ્યોર્જ ડબલ્યુ. બુશ 2001માં રાષ્ટ્રપતિ બન્યા હતા.

vtv app promotion

શું આરોપો છે?

આ વાતચીત ઈમેલમાં નોંધાયેલી છે. આમાં એપસ્ટિનના કથિત પીડિતનું નિવેદન છે. તેણે લખ્યું છે, 'થેંક્સ એમ. મને ખબર નહોતી કે બુશે તેનો રેપ કર્યો હતો.' આ સિવાય પીડિત સંબંધિત ઘણા દસ્તાવેજો બહાર પાડવામાં આવ્યા છે. તેમાં લખેલું છે કે જ્યારે તે એ યાટ પર હતા ત્યારે, તેણે આફ્રિકન-અમેરિકન પુરુષોને ગોલ્ડન વાળ વાળી સ્ત્રીઓ સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા જોયા. તેણે યાટ પર બાળકોના ટુકડા થતાં જોયા. તેમના આંતરડા કાઢવામાં આવ્યા. તેણે ઘણા ચોંકાવનારા દાવાઓ પણ કર્યા હતા, પરંતુ તેના માટે કોઈ નક્કર પુરાવા ન આપ્યા.

આ પણ વાંચો: અમેરિકાએ ભારત માટે ટેરિફ ઘટાડ્યો, હવે 25 ટકાને બદલે ફક્ત 18 ટકા

કોણ હતા જેફરી એપસ્ટિન

જેફરી એપસ્ટિન એક ફાઇનાન્સર હતા જે તેમની આંતરરાષ્ટ્રીય અને રાજકીય પહોંચ માટે જાણીતા હતા. તેમની સામે તપાસ 2005માં શરૂ થઈ હતી જ્યારે એક સગીર છોકરીના પરિવારે તેના પર એપસ્ટિનની હવેલીમાં જાતીય શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો. 2006માં, અધિકારીઓએ તેના પર એક સગીર સાથે ગેરકાયદેસર જાતીય સંબંધો રાખવાના અનેક આરોપ લગાવ્યા અને કેસ ગ્રાન્ડ જ્યુરીને સોંપવામાં આવ્યો હતો. જ્યુરીએ એપસ્ટિનને વેશ્યાવૃત્તિ માટે પ્રેરિત કરવાના એક ગુનામાં પણ દોષિત ઠેરવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jeffery Epstein Epstein Files George Bush

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ