ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:08 PM, 1 June 2026
ADVERTISEMENT
દુનિયાભરમાં લાખો લોકો કોફીના શોખીન છે અને વિવિધ પ્રકારની કોફીનો સ્વાદ માણવા માટે હજારો રૂપિયા ખર્ચતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવી કોફી વિશે સાંભળ્યું છે જેના એક કપની કિંમત આશરે 57 હજાર રૂપિયા હોય? પનામાના હેસિન્ડા લા એસ્મેરાલ્ડા ફાર્મમાં ઉગાડવામાં આવતી ગેશા કોફીએ 2025માં વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. આ કોફી માત્ર પીણું નથી, પરંતુ એક લક્ઝરી અનુભવ માનવામાં આવે છે, જેને દુનિયાના સૌથી ધનિક લોકો પસંદ કરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પરફેક્ટ ડેઇલી ગ્રાઇન્ડના અહેવાલ મુજબ, દુબઈના રોસ્ટર્સ સ્પેશિયાલિટી કોફી હાઉસમાં ગેશા કોફીના એક કપની કિંમત અંદાજે 57 હજાર રૂપિયા એટલે કે 680 ડોલર છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ તેને વિશ્વની સૌથી મોંઘી કોફી તરીકે માન્યતા આપી છે. 2025ની બેસ્ટ ઓફ પનામા હરાજીમાં આ કોફીના એક કિલોગ્રામ માટે 30,204 ડોલર એટલે કે આશરે 25 લાખ રૂપિયા કરતાં વધુ કિંમત ચૂકવવામાં આવી હતી, જે એક નવો વિશ્વ રેકોર્ડ બન્યો હતો.
ADVERTISEMENT
આ કોફીની આકાશને આંબી રહેલી કિંમત પાછળનું મુખ્ય કારણ તેની દુર્લભતા અને ગુણવત્તા છે. આ ખાસ કોફી તૈયાર કરવા માટે લગભગ 13 વર્ષ સુધી સંશોધન અને મહેનત કરવામાં આવી હતી. સામાન્ય કોફીની જેમ તે દરેક જગ્યાએ ઉગાડવામાં આવતી નથી. વિશ્વના ખૂબ જ મર્યાદિત વિસ્તારમાં અને ખૂબ ઓછી માત્રામાં તેનું ઉત્પાદન થાય છે. આ કારણે કોફી પ્રેમીઓ અને ખરીદદારો માટે તેને મેળવવી પ્રતિષ્ઠાની બાબત માનવામાં આવે છે.
ADVERTISEMENT
પનામાના ચિરીક્વી વિસ્તારમાં આવેલા બોક્વેટમાં હેસિન્ડા લા એસ્મેરાલ્ડા ફાર્મમાં ઉગાડવામાં આવેલી આ ધોવાયેલી ગેશા કોફીને પનામા ઇન્ટરનેશનલ જજિંગમાં 98 પોઈન્ટ મળ્યા હતા, જે કોફી ગુણવત્તાના ક્ષેત્રમાં સૌથી ઊંચા સ્કોર પૈકીનો એક છે. 20 કિલોગ્રામના ખાસ લોટ માટે કુલ 549 બોલીઓ લાગી હતી. અંતે દુબઈની જુલિથ કોફી બ્રાન્ડે તેને કરોડો રૂપિયામાં ખરીદી હતી

ADVERTISEMENT
દુબઈના રોસ્ટર્સ સ્પેશિયાલિટી કોફી હાઉસમાં આ કોફીને ખાસ હેરિયો V60 મશીન દ્વારા તૈયાર કરવામાં આવે છે અને એડો કિરીકો ક્રિસ્ટલ ગ્લાસમાં પીરસવામાં આવે છે. પ્રોજેક્ટ ઝીરો કોફીના સ્થાપક કિર્ક પિયર્સનના જણાવ્યા અનુસાર, દુબઈમાં રહેતા અનેક ધનિક લોકો માટે 57 હજાર રૂપિયાની કોફી પીવી સામાન્ય બાબત છે. તેઓ વિશ્વની સૌથી મોંઘી કોફીનો અનુભવ કરવા માટે આટલો ખર્ચ કરવા તૈયાર રહે છે. ઘણી મોટી કંપનીઓ પણ પોતાના ખાસ ગ્રાહકોને પ્રભાવિત કરવા માટે આવી કોફી પીરસે છે.
ADVERTISEMENT
ગેશા કોફીનો સ્વાદ પણ સામાન્ય કોફીથી સંપૂર્ણપણે અલગ છે. કોફી રિવ્યુ અનુસાર તેમાં લીલાક, કોકો, ટેન્જેરીન, જરદાળુ અને ચંદન જેવા સ્વાદની અનુભૂતિ થાય છે. ગરમ કોફીમાં જાસ્મીન જેવી સુગંધ આવે છે, જ્યારે ઠંડી થતાં તેમાં કેરી અને લીચી જેવા ઉષ્ણકટિબંધીય ફળોના સ્વાદ વધુ સ્પષ્ટ બને છે. આ કોફી ખાસ કરીને એવા લોકો માટે છે જે દરેક ઘૂંટમાં નવો અને અનોખો સ્વાદ શોધવા માંગે છે.
આ પણ વાંચો : ઊંચા અવાજે નહીં બોલવું! વિદેશી હોટલોમાં જનારા ભારતીયો ખાસ વાંચે
આ કોફીનો ક્રેઝ માત્ર દુબઈ પૂરતો સીમિત નથી. તાઇવાનમાં વર્લ્ડ બરિસ્ટા ચેમ્પિયન બર્ગ વુના કાફે સિમ્પલ કાફાએ ગેશા કોફીનો એક કપ 60 હજાર રૂપિયાથી વધુમાં વેચ્યો હતો. જ્યારે જાપાનના વનબાયવન કાફેએ તો એક કપ માટે લગભગ 85 હજાર રૂપિયા વસૂલ્યા હતા. નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં આબોહવા પરિવર્તન અને દુર્લભ કોફી બીન્સની અછતને કારણે આવી કોફીની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital