બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / world cup 2023 new zealand odi cup squad wives kids moms kane williamson trent boult

સ્પોર્ટ્સ જગત / નહીં કેપ્ટન કે નહીં કૉચ.... વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડ ટીમનું કોને કર્યું એલાન, જુઓ Video

Manisha Jogi

Last Updated: 02:14 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. ન્યુઝીલેન્ડની ટીમની જાહેરાત ખેલાડીઓના પરિવારજનોએ કરી છે. ખેલાડીઓની પત્ની, માતા અને બાળકો તથા દાદીએ જાહેરાત કરી છે.

  • 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત
  • ખેલાડીઓના પરિવારજનોએ કરી ટીમની જાહેરાત
  • ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો

ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે, તે પહેલા તમામ ટીમો પોતાની સ્ક્વેડની જાહેરાત કરી રહી છે. કેપ્ટન, સિલેક્ટર્સ અથવા હેડ કોચની હાજરીમાં વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરવામાં આવે છે. ન્યુઝીલેન્ડની ટીમની જાહેરાત ખેલાડીઓના પરિવારજનોએ કરી છે. ખેલાડીઓની પત્ની, માતા અને બાળકો તથા દાદીએ જાહેરાત કરી છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો છે, જે ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

કેન વિલિયમસનની પત્ની અને તેના બાળકોએ આ વિડીયોનો આગાઝ કર્યો છે. ન્યુઝીલેન્ડના કેપ્ટનની વનડે કેપ નંબરનું નામ લીધું. ત્યાર પછી ટ્રેંટ બોલ્ટના બાળકોએ તેમના પિતાનું નામ લીધું. માર્ક ચૈપમેન, ડેવન કોનવે, મૈટ હેનરી, ટોમ લૈથમ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સૈંટરન, ઈશ સોઢી, ડૈરેલ મિચેના પરિવારજનોએ તેમનું નામ લીધું. ટિમ સાઉદીની દીકરીઓએ તેમના પિતાનું નામ લીધું. જિમ્મી નીશમના દાદીએ તેમના પૌત્રનું નામ લીધું. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડનો આઈડિયા ખરેખર કામ કરી રહ્યો છે અને તમામ લોકોને પસંદ આવી રહ્યો છે. 

વિલિયમસનની વાપસી
કેન વિલિયમસનને ન્યુઝીલેન્ડ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાલમાં તેમની રિકવરી તઈ રહી છે, વર્લ્ડ કપ સુધીમાં ફિટ થઈ શકે છે. ટૉમ લૈથમને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, ટ્રેંટ બોલ્ટને પણ વર્લ્ડ કપ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ન્યુઝીલેન્ડની ટીમે કોન્ટ્રાક્ટ લેવાની ના પાડી હતી, તેમ છતાં વર્લ્ડ કપ માટે પસંદગી કરવામાં આવી છે. ડગ બ્રેસવેલને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ન્યુઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપની રનર અપ રહી છે. ફાઈનલમાં સુપરઓવરમાં હરાવવામાં આવી હતી. આ વખતે પણ વર્લ્ડ કપમાં જીતની દાવેદાર રહી શકે છે. 

ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપ ટીમ
કેન વિલિયમસન, ટ્રેંટ બોલ્ટ, માર્ક ચેપમેન, ડેવન કૉનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, જિમ્મી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઇશ સોધિ, ટિમ સાઉદી અને વિલ યંગ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ