બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Final IND Vs AUS bcci will honour world cup winning captains with special blazer

ક્રિકેટ / IND vs AUS Final: વર્લ્ડકપ ફાઈનલ દરમ્યાન વિજેતા કેપ્ટનોને BCCI ખાસ બ્લેઝરથી નવાઝશે, કરાશે બહુમાન

Arohi

Last Updated: 09:03 AM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Final IND Vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઈનલ વખતે પહેલી ઈનિંગ બાદ અત્યાર સુધીના વર્લ્ડ કર વિજેતા કેપ્ટનનું ખાસ અંદાજમાં સન્માન કરવામાં આવશે.

  • કાલે ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઈનલ 
  • વર્લ્ડ કર વિજેતાઓનું સન્માન કરશે BCCI 
  • ફાઈનલ બાદ સ્પેશિયલ બ્લેઝરથી કરશે સન્માનિત

વર્લ્ડ કપ 2023 ફાઈનલની વચ્ચે વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનનું ખાસ અંદાજમાં સન્માન કરવામાં આવશે. અત્યાર સુધીના ચેમ્પિયન કેપ્ટન્સને સ્પેશિયલ બ્લેઝરથી સન્માન કરવામાં આવશે. આ સન્માન સમારંભ ફાઈનલ મેચમાં પહેલી ઈનિંગ પૂર્ણ થયા બાદ રાખવામાં આવશે. આ ઈવેન્ટ માટે એમએસ ધોની, કપિલ દેવ, રિકી પોંટિંગ, ક્લાઈવ લોયડ, એલન બોર્ડર, ઈયોન મોર્ગન અને અર્જુન રણતુંગા સ્ટેડિયમમાં હાજર રહેશે.  

BCCIએ આ ઈવેન્ટ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ ઈવેન્ટમાં કેપ્ટનોને બ્લેજરથી સન્માનિત કરવા પહેલા તેમના અમુક શૉટ વીડિયો ક્લીપ પણ સ્ટેડિયમની સ્ક્રીન પર બતાવવામાં આવશે. તેમની ટીમના ચેમ્પિયન બનવાની સફળ તેમાં હશે. એવામાં બધા કેપ્ટન્સને નાના નાના સવાલ જવાબ કરવામાં આવશે. 

બ્રિટિશ સિંગર દુઆ લીપા કરશે પરફોર્મ 
વર્લ્ડ કર 2023ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. 19 નવેમ્બરે બપોરે 1.30 વાગ્યે ટોસ થશે અને બે વાગ્યાથી મેચ શરૂ થઈ જશે. આ પહેલાં અહીં બ્રિટિશ સિંગર દુઆ લીપાનું સ્ટેજ પરફોર્મન્સ પણ આયોજિત કરવામાં આવશે. આ સમયે એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ એર શૉ પણ કરશે. આ ફાઈનલ મેચને જોવા માટે દેસની ઘણી મોટી હસ્તીઓ સ્ટેડિયમમાં હાજર રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ