બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Akshar Patel chance to play in the World Cup Hardik Pandya was injured against Bangladesh

World Cup 2023 / હાર્દિક પંડયા ઇજાના કારણે આગળની મેચ ન રમી શકે તો? આ સ્ટાર ક્રિકેટરની ચમકી શકે કિસ્મત, બોલિંગ અને બેટિંગનો પરફેક્ટ કોમ્બો

Pravin Joshi

Last Updated: 05:34 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં સવાલ એ છે કે જો તે સ્વસ્થ નહીં થાય તો ટીમમાં તેનું સ્થાન કોને મળશે ?

  • ટીમ ઈન્ડિયા સામે એક નવી સમસ્યા ઉભી થઈ 
  • હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયો 
  • અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં રમાડી શકે છે

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મહત્વનો ખેલાડી હાર્દિક પંડ્યા છે, કારણ કે તે નવા બોલની બોલિંગ પણ ઓપન કરી શકે છે. તે નીચલા ક્રમમાં આક્રમક બેટિંગ કરવા સાથે મધ્યમાં ધીરજપૂર્વક બેટિંગ પણ કરી શકે છે. બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ભારતની ચોથી વર્લ્ડ કપ મેચમાં હાર્દિક પંડ્યાનો પગ મચકોડાઈ ગયો છે. તે તેની પ્રથમ ઓવર ફેંકી રહ્યો હતો, પરંતુ ફોલો-થ્રુની મધ્યમાં ચોગ્ગો બચાવવાનો પ્રયાસ કરતી વખતે બોલ તેના પગમાં વાગ્યો અને તે ઘાયલ થયો. ટીમ ઈન્ડિયાના ડોક્ટરે તેનો ઈલાજ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને મેદાનની બહાર જવું પડ્યું અને વિરાટ કોહલીએ તેના બાકીના ત્રણ બોલ ફેંકીને ઓવર પૂરી કરી.

 

હાર્દિક પંડ્યાની જગ્યાએ કોને મળશે તક?

આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયા સામે એક નવી સમસ્યા ઉભી થઈ છે કે જો હાર્દિક પંડ્યા લાંબા સમયથી ઈજાગ્રસ્ત થાય છે તો તેના સ્થાને ક્યા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પાસે અત્યારે હાર્દિક પંડ્યાની સમકક્ષ કોઈ અન્ય વિકલ્પ નથી, પરંતુ તેમ છતાં કેટલાક નામો છે જેના પર ટીમ મેનેજમેન્ટ ચર્ચા કરી શકે છે. આવો અમે તમને એવા કેટલાક ખેલાડીઓ વિશે જણાવીએ.

આજથી ટીમ ઇન્ડિયા મિશન વનડે વર્લ્ડકપ પર: જુઓ કયા-કયા પડકારોનો કરવો પડશે  સામનો, રોડમેપ તૈયાર | Team India Mission on ODI World Cup from today See  what challenges will be faced Roadmap

અક્ષર પટેલને તક આપી શકે 

અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં પરત લાવી શકાય છે. તેનું નામ અગાઉ પણ વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યું હતું, પરંતુ ઈજાના કારણે અશ્વિનને તેની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો હતો. જો કે હાર્દિક પડ્યા હવે સ્વસ્થ નહીં થાય તો ટીમ ઈન્ડિયા ફરી એકવાર અક્ષર પટેલને તક આપી શકે છે. આ સિવાય હાર્દિક પંડ્યાના સ્થાને ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરના વિકલ્પોમાં શિવમ દુબે અને વિજય શંકરનું નામ સામેલ છે. શિવમ દુબેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહુ અનુભવ નથી, પરંતુ તેની બેટિંગ ઘણી સારી છે. જ્યારે વિજય શંકર ગત વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ તે પછી તે ટીમની બહાર થઈ ગયો હતો. આ વખતે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે, તેથી તેના નામ પર પણ વિચાર કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ