બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 A big score will not be made in the final match! The match will be played on a slow pitch

World Cup 2023 / ફાઇનલ મેચમાં નહીં બને મોટો સ્કોર! સ્લો પિચ પર થશે મુકાબલો, ટીમ ઈન્ડિયાને અહીં દર વખતે મળી છે જીત

Megha

Last Updated: 04:11 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની વાત કરીએ તો અહીં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને એક-એક મેચ રમ્યા છે. ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું જ્યારે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 33 રનથી હરાવ્યું હતું.

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ મેચ રમાઈ રહી છે
  • અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને એક-એક મેચ રમ્યા છે
  • અમે અહીં ઘણું ક્રિકેટ પણ રમ્યું છે - પેટ કમિન્સ

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ માટે સ્ટેજ તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં મોટો સ્કોર જોવા નહીં મળે. ફાઈનલ મેચ એ જ પીચ પર રમાશે જ્યાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન સામસામે હતા. આ મેચ માત્ર 73 ઓવરમાં પુરી થઈ હતી. પિચ અંગે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે હું સારી પિચ રીડર નથી, પરંતુ તે એકદમ નક્કર લાગે છે. 

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને એક-એક મેચ રમ્યા છે
અમદાવાદની વાત કરીએ તો અહીં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને એક-એક મેચ રમ્યા છે. ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું જ્યારે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 33 રનથી હરાવ્યું. વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે. અત્યાર સુધી કોઈપણ મેચમાં એક ઈનિંગમાં 300 રન બનાવ્યા નથી. 286 રન પ્રથમ દાવનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. ફાઇનલ મેચ કાળી માટીની પીચ પર યોજાઈ છે. સામાન્ય રીતે કાળી માટીની પિચ સ્પિનરોને વધુ મદદ પૂરી પાડે છે. ભારત સામે પહેલા રમતા પાકિસ્તાનની ટીમ માત્ર 191 રન બનાવી શકી હતી. ડાબોડી સ્પિનર ​​કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.

અમે અહીં ઘણું ક્રિકેટ પણ રમ્યું છે - પેટ કમિન્સ
ફાઈનલ મેચ પહેલા મીડિયા સાથે વાત કરતા પેટ કમિન્સે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે તમારા દેશમાં તમારી પોતાની વિકેટ પર રમવાના કેટલાક ફાયદા છે. અહીં તમે સતત રમી રહ્યા છો. પરંતુ અમે અહીં ઘણું ક્રિકેટ પણ રમ્યું છે. તેણે કહ્યું કે તમારે ધીમા અને બાઉન્સર બોલ વચ્ચે સંતુલન રાખવું પડશે. ભારતીય પીચો પર, ઇનિંગ્સના અંતે કટર બોલનો ફાયદો છે. તે જાણીતું છે કે ભારતીય ટીમે ગ્રુપ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.

ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઇનલમાં પહોંચ્યું છે 
પેટ કમિન્સે કહ્યું કે અહીં ટોસ મહત્ત્વપૂર્ણ ન હોઈ શકે. પરંતુ અમારી પાસે કેટલીક યોજનાઓ છે. ODI વર્લ્ડ કપની આ 13મી સિઝન છે. જો અત્યાર સુધી યોજાયેલી 12 સીઝનની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ 5 ટાઇટલ જીત્યા છે અને ભારતીય ટીમે 2 ટાઇટલ જીત્યા છે. ભારતે છેલ્લે 2011માં અને ઓસ્ટ્રેલિયાએ 2015માં ખિતાબ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઇનલમાં પહોંચ્યું છે અને ભારતીય ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ