બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / wonderful coincidence being made on rakhi after 474 years raksha bandhan 2021

ધર્મ / આ વખતે રક્ષાબંધન પર બનવા જઈ રહ્યો છે મહાસંયોગ, 474 વર્ષ બાદ આવ્યો છે આ દિવસ

Arohi

Last Updated: 04:52 PM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે રક્ષાબંધન પર મહાસંયોગ બનવા જઈ રહ્યો છે.

  • આ વખતની રક્ષાબંધન છે ખાસ 
  • 474 વર્ષ બાદ મહાસંયોગ 
  • જાણો તેના વિશે વિગતે 

કાલે રક્ષાબંધનનો તહેવાર છે. કાલે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધશે. આ વખતે રક્ષાબંધન પર 474 વર્ષ બાદ એક ખાસ મહાસંયોગ પણ બનવા જઈ રહ્યો છે.  

જાણો શું છે ધનિષ્ઠા નક્ષત્ર? 
સામાન્ય રીતે રક્ષાબંધનનો તહેવારે શ્રાવણ નક્ષત્રમાં જ આવે છે. જોકે આ વખતે આ શ્રાવણ પૂર્ણિમા પર ધનિષ્ઠા નક્ષત્રની સાથે ઉજવવામાં આવશે. જ્યોતિષિયો અનુસાર આ વખતે રક્ષાબંધન ન પર ભદ્રાનો પડછાયો પણ નહીં રહે, માટે બહેન દિવસમાં ગમે ત્યારે રાખડી બાંધી શકશે. આ સમયે કુંભ રાશીમાં ગુરુની ચાલ વક્રી રહેશે અને તેની સાથે ચંદ્રમા પણ ત્યાં હાજર રહેશે. 

આ હશે રક્ષાબંધનમાં શુભ મૂહુર્ત 
આ વખતે રક્ષાબંધન પર સવારે 5.50થી લઈને સાંજે 6.03 સુધી શુભ મુહૂર્ત છે એટલે તમે આ સમયે કોઈ પણ સમયે રાખડી બાંધી અથવા બંધાવી શકો છો. જ્યારે ભદ્ર કાળ 23 ઓગસ્ટની સવારે 5 વાગીને 34 મિનિટથી 6 વાગીને 12 મિનિટ સુધી રહેશે. આ દિવસે શુભ યોગ સવારે 10 વાગીને 34 મિનિટ સુધી રહેશે અને ધનિષ્ઠા નક્ષત્ર સાંજે 7 વાગીને 40 મિનિટ સુધી રહેશે. એવું કહેવામાં આવે છે કે ઘનિષ્ઠા નક્ષત્રમાં પેદા થનાર લોકોના પણ ભાઈ-બહેન સાથે સંબંધ ખાસ હોય છે. 

474 વર્ષ બાદ બન્યો આ સંયોગ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે રક્ષા બંધન પર સિંહ રાશિમાં સૂર્ય, મંગળ અને બુધ ગ્રહ એક સાથે બિરાજમાન થશે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિમાં મિત્ર મંગળ પણ તેની સાથે રહેશે. જ્યારે શુક્ર કન્યા રાશિમાં હશે. ગ્રહોનો આવો યોગ ખૂબ જ શુભ અને ફળ આપનારૂ રહેશે. જ્યોતિષો અનુસાર રક્ષા બંધન પર ગ્રહોનો એક દુર્લભ સંયોગ 474 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. આ પહેલા 11 ઓગસ્ટ 1547એ ગ્રહોની એવી સ્થિતિ બની હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ