પીએમ મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બીલને લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ બીલને 20 સપ્ટેમ્બરે નવી સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.
પીએમ મોદીએ ફરી ચોંકાવ્યાં
કેબિનેટે મહિલા અનામત બીલને લીલીઝંડી આપી
બીલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ
20 સપ્ટેમ્બરે નવી સંસદમાં રજૂ કરવામાં આવી શકે
આવતીકાલથી પાંચ દિવસ નવી સંસદમાં વિશેષ સત્ર
કેન્દ્રીય કેબિનેટે આજે સાંજે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત સુનિશ્ચિત કરવાના બિલને મંજૂરી આપી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની અધ્યક્ષતામાં સોમવારે બેઠક મળી હતી. સંસદના એનેક્સી ભવનમાં થયેલી આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દરમિયાન મહિલા અનામત બિલને કેબિનેટે પાસ કરી દીધું હતું. જેમાં પીએમ મોદી સહિત વિવિધ મંત્રીઓએ હાજરી આપી હતી. 6.30 વાગ્યે પ્રધાનમંત્રી મોદીએ કેબિનેટની ખાસ બેઠક બોલાવી હતી. મોદી સરકારે 27 વર્ષથી અટવાયેલું મહિલા અનામત બીલને ક્લિયર કરી દીધું છે. મહિલા અનામત બીલને 20 સપ્ટેમ્બરે નવી સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.
STORY | Union Cabinet meets amid buzz over important legislative proposals
નવી સંસદમાં રજૂ થશે
કેન્દ્રીય કેબિનેટની લીલીઝંડી મળ્યાં બાદ હવે આ બીલને નવી સંસદમાં રજૂ કરાશે, પહેલા લોકસભા અને ત્યાર બાદ રાજ્યસભા અને પછી રાષ્ટ્રપતિની મંજૂરી અર્થે મોકલવામાં આવશે જે પછી તે કાયદો બનશે.
महिला आरक्षण की माँग पूरा करने का नैतिक साहस मोदी सरकार में ही था ।जो कैबिनेट की मंज़ूरी से साबित हो गया ।अभिनंदन @narendramodi जी और मोदी सरकार का अभिनंदन @PMOIndia@BJP4India@BJP4MP
મહિલા અનામત બિલમાં શું જોગવાઈ
મહિલા અનામત બિલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભામાં 33 ટકા એટલે કે એક તૃતિયાંશ સીટો મહિલાઓ માટે અનામત રાખવાનો પ્રસ્તાવ છે. આ બિલમાં એસસી, એસટી અને એંગ્લો-ઇન્ડિયન્સ માટે 33 ટકા ક્વોટાની અંદર સબ-રિઝર્વેશનનો પણ પ્રસ્તાવ છે. બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે કે દરેક સામાન્ય ચૂંટણી પછી અનામત બેઠકો ફેરવવી જોઈએ. અનામત બેઠકો રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના જુદા જુદા મતવિસ્તારોમાં રોટેશન દ્વારા ફાળવી શકાય છે. આ સુધારા કાયદાના અમલના 15 વર્ષ બાદ મહિલાઓ માટે બેઠકોની અનામતનો અંત આવશે.
બીલ 27 વર્ષથી પેન્ડિંગ
લગભગ 27 વર્ષથી પેન્ડિંગ મહિલા અનામત બિલ હવે સંસદના ટેબલ પર આવશે. લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે, જ્યારે રાજ્ય વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. આ મુદ્દે છેલ્લું પગલું 2010માં ભર્યું હતું, જ્યારે રાજ્યસભાએ હોબાળા વચ્ચે ખરડો પસાર કર્યો હતો અને માર્શલોએ કેટલાક સાંસદોને હાંકી કાઢ્યા હતા, જેમણે મહિલાઓ માટેના 33 ટકા ક્વોટાનો વિરોધ કર્યો હતો. જો કે લોકસભા દ્વારા બિલ પાસ ન થઇ શકવાના કારણે તેને રદ્દ કરી દેવામાં આવ્યું હતું.
ભાજપ અને કોંગ્રેસ બંનેનું સમર્થન
ભાજપ અને કોંગ્રેસ બંને પહેલેથી જ મહિલા અનામત બીલના સપોર્ટમાં છે. જોકે, કેટલાક અન્ય પક્ષોએ મહિલા ક્વોટાની અંદર ઓબીસી અનામતની કેટલીક માંગણીઓને લઈને તેનો વિરોધ કર્યો હતો. હવે ફરી એક વાર અનેક પક્ષોએ આ વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ લાવવા અને પસાર કરવાની જોરદાર હિમાયત કરી હતી.
લોકસભામાં 14 ટકા મહિલા સાંસદ
અત્યાર સુધીમાં લોકસભામાં 78 મહિલા સભ્યો ચૂંટાયા હતા, જે કુલ 543ની સંખ્યાના 15 ટકાથી પણ ઓછા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે સંસદમાં શેર કરેલા આંકડા મુજબ રાજ્યસભામાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ લગભગ 14 ટકા જેટલું છે. દસ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા અને પુડુચેરી સહિતની વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 10 ટકાથી પણ ઓછું છે.
ભારતીય સંસદ માટે આવતીકાલનો દિવસ ખૂબ મહત્વનો
ભારતીય સંસદ માટે આવતીકાલનો વિશેષ ખૂબ મહત્વનો છે. એક તો નવા સંસદ ભવનમાં વિશેષ સત્ર મળી રહ્યું છે અને બીજી તરફ તેની સાથે સાથે બંધારણની કોપી પણ સ્થાપિત કરવામાં આવશે. મંગળવારે નવી સંસદમાં ગૃહના વિશેષ સત્રની કાર્યવાહી થશે. આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. નવી સંસદમાં સાંસદોની એન્ટ્રીને ખાસ બનાવવાની તૈયારી છે. પીએમ મોદી જુની સંસદથી નવી સંસદ સુધી હાથમાં બંધારણની કોપી લઈને પગપાળા ચાલશે અને પાછળ 783 સાંસદો પણ કદમ મિલાવશે.
જુની સંસદથી નવી સંસદ સુધી હાથમાં બંધારણની કોપી લઈને પગપાળા જશે પીએમ મોદી
નવી સંસદમાં કાર્યવાહી શરૂ થવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. બપોરે 1.15 વાગ્યે લોકસભાની અને 2.15 કલાકે રાજ્યસભાની બેઠક મળશે. સંસદના વિશેષ સત્રના બીજા દિવસે મંગળવારે નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભા કામ કરશે. આજે બંને ગૃહોમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. સોમવારે, બંને ગૃહોએ 'બંધારણ સભાથી અત્યાર સુધીની 75 વર્ષની સંસદીય યાત્રા - સિદ્ધિઓ, અનુભવો, યાદો અને પાઠ' વિષય પર ચર્ચા કરી હતી. આ ચર્ચા પૂર્ણ થવા પર રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જાહેરાત કરી હતી કે, આગામી બેઠક નવા સંસદ ભવનમાં થશે. બિરલાએ સોમવારે ગૃહ મુલતવી રાખ્યું હતું અને જાહેરાત કરી હતી કે ગૃહની આગામી બેઠક મંગળવારે બપોરે 1.15 વાગ્યે શરૂ થશે.