બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / womens day 2024 women health know about these most common diseases in women

હેલ્થ / સાવધાન! આ છે એવી બીમારીઓ, જે સૌથી વધારે મહિલાઓને બનાવે છે શિકાર

Arohi

Last Updated: 08:52 AM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Women's Health: આમ તો બીમારીનો શિકાર કોઈ પણ થઈ શકે છે પરંતુ અમુક એવી બીમારીઓ છે જે વધારે મહિલાઓને પોતાનો શિકાર બનાવે છે. જાણો એવી કઈ બીમારીઓ છે.

આમ તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું દરેક વ્યક્તિની પ્રાયોરિટી હોય છે પરંતુ મોટાભાગે જોવામાં આવે છે કે પરિવારની સંભાળ રાખતી મહિલાઓ પોતાના જ સ્વાસ્થ્યને લઈને બેદરકાર બની જાય છે. મહિલાઓની હેલ્થ પુરૂષોના મુકાબલે વધારે કોમ્પ્લિકેટેડ હોય છે માટે તેમને બોડીની કેર કરવાની વધારે જરૂર હોય છે. ઘણી બીમારીઓ છે જેના લપેટામાં મહિલાઓ વધારે આવી જાય છે.   

મહિલાઓને વધારે થતી બીમારીઓ 


બ્રેસ્ટ કેન્સર 
બ્રેસ્ટ કેન્સર મહિલાઓને થતી સૌથી મોટી અને ગંભીર બીમારીઓમાંથી એક છે. ભારતની વાત કરીએ તો અહીં મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ ખૂબ જલ્દી સામે આવી રહ્યા છે. એક અભ્યાસ અનુસાર ભારતની મહિલાઓને થતા કેન્સરના કેસમાં સૌથી વધારે એટલે કે 25 ટકાથી વધારે કેસ બ્રેસ્ટ કેન્સરના હોય છે. તેનાથી બચાવ માટે જરૂરી છે કે ત્રીસ વર્ષ બાદ મહિલાઓએ વર્ષમાં બે વખત બ્રેસ્ટ કેન્સરની તપાસ કરાવવી જોઈએ. 

એનીમિયા 
એનીમિયા સામાન્ય બીમારી છે પરંતુ આ બીમારી પણ પુરૂષોના મુકાબલે મહિલાઓને વધારે શિકાર બનાવે છે. એનીમિયામાં શરીરમાં હીમોગ્લોબિનની કમી થાય છે અને લોહીની કમી થવા પર શરીર ઘણી મુશ્કેલીઓથી ઘેરાઈ શકે છે. મહિલાઓની ડાયેટ બરાબર નથી હોતી માટે મહિલાઓ મોટાભાગે એનીમિયાનો શિકાર થઈ જાય છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે દર વર્ષે કમ્પલીટ બ્લડ કાઉન્ટ કરાવવામાં આવે જેથી શરીરમાં હીમોગ્લોબિનની યોગ્ય સ્થિતિ ખબર પડી શકે. 

વેજિનાઈટિસ 
મહિલાઓ મોટાભાગે વેજિનાઈટિસ રોગથી પરેશાન રહે છે. આ બીમારીમાં વજાઈનામાં ઈન્ફેક્શન થાય છે અને ખંજવાડ, બળતરા, અસામાન્ય સ્ત્રાવ થવું તેની અંદર આવે છે. બેક્ટેરિયલ ઈન્ફેક્શન અને હાઈજીનની કમીની સાથે સાથે યૌન સંચારિત રોગોના કારણે પણ વેજિનાઈટિસ થવાનું રિસ્ક વધે છે. માટે આ સંબંધમાં સમય સમય પર તપાસ કરવી જરૂરી છે. 

સર્વાઈકલ કેન્સર 
સર્વાઈકલ કેન્સર પણ મહિલાઓને વધારે થતી બીમારી છે. એક સ્ટડી અનુસાર દુનિયાભરમાં સર્વાઈકલ કેન્સરના પાંચ કેસમાંથી એક ભારતનો છે અને આ મોટાભાગે મહિલાઓને થાય છે. આ કેન્સરથી બચવા માટે જરૂરી છે કે પેલ્વિક એક્ઝામ અને તેના અન્ય ટેસ્ટ થતા રહે. 

વધુ વાંચો: હર્બલ ટી...આ ચા પિવાથી તમને થશે 105 પ્રકારના ફાયદા, ડાયાબિટીસ વાળા માટે ઉપયોગી

સ્થૂળતા 
ઝડપથી વધતુ વજન પણ મહિલાઓ માટે મોટાભાગે મુશ્કેલી બની જાય છે. ભારતમાં ઘણા એવા કેસ છે જ્યાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્યના પ્રતિ બેદરકાર થઈને વજનને ઈગ્નોર કરી દે છે. આમ તો સ્થૂળતા મહિલાઓ અને પુરૂષો બન્ને પરેશાન કરે છે પરંતુ અમુક સ્ટીઝ કહે છે કે મહિલાઓ ત્રીસથી ચાલીસ વર્ષની ઉંમર બાદ તેના લપેટામાં ઝડપથી આવી જાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ