બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Women's Cricket World Cup team squad declared mithali raj captain

Women's Cricket World Cup / વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, સિનિયર ખેલાડીઓ પડતી મુકાઇ, મિતાલી રાજ કેપ્ટન

Mayur

Last Updated: 11:47 AM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022 માટે BCCI દ્વારા સ્કવોડની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાંથી એકતા બિષ્ટ, શિખા પાંડે અને અનુભવી જેમિમા રોડ્રિગ્ઝને પડતા મૂકવામાં આવ્યા હતા. મિતાલી રાજ કેપ્ટન્સી કરશે.

  • ICC મહિલા વર્લ્ડ કપ 2022 માટે ટીમ જાહેર 
  • પ્રથમ મેચ પાકિસ્તાન સામે 
  • ફાસ્ટ બોલર રેણુકા સિંહને મળ્યું સ્થાન 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ICC મહિલા વર્લ્ડ કપ 2022 માટે ટીમની જાહેરાત કરી છે. હવે મહિલા ક્રિકેટ પણ ભારતમાં લોકપ્રિય થઈ રહ્યું છે. 

ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 6 માર્ચે પાકિસ્તાન સામે રમશે. આ મેચ તઉરંગાના બે ઓવલમાં રમાશે. 

અને આ અગાઉ વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા 11 ફેબ્રુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની વનડે સિરીઝ રમશે.

ફાસ્ટ બોલર રેણુકા સિંહે બનાવી જગ્યા 
ડાબોડી સ્પિનર એકતા બિષ્ટ, શિખા પાંડે અને અનુભવી જેમિમા રોડ્રિગ્ઝને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. એકતાને વર્લ્ડ કપની ટીમમાં સ્ટેન્ડબાય પ્લેયર તરીકે રાખવામાં આવી છે. ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરને પ્રથમ વખત ટીમમાં જગ્યા મળી છે. રેણુકાએ વનડેમાં હજુ ડેબ્યૂ પણ કર્યું નથી. 


વિમેન્સ વર્લ્ડ કપ અને ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટેની ભારતીય ટીમઃ મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ-કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (WK), સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી , પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, તાનિયા ભાટિયા (wk), રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ.

વર્લ્ડ કપ માટે સ્ટેન્ડબાય ખેલાડીઓ: એકતા બિષ્ટ, એસ મેઘના, સિમરન દિલ બહાદુર.

ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝની સાથે ભારતીય ટીમ 9 ફેબ્રુઆરીએ ટી20 મેચ રમશે. તેમાં હરમનપ્રીત કૌર ટીમની કમાન સંભાળશે. બોર્ડે તેના માટે ટીમની પણ જાહેરાત કરી છે. સ્મૃતિ મંધાના T20માં ટીમ ઈન્ડિયાની વાઈસ કેપ્ટન હશે.

ન્યુઝીલેન્ડ સામેની વન-ઑફ T20I માટે ભારતીય ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (WK), સ્નેહ રાણા, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, તાનિયા ભાટિયા (wk), રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, એસ મેઘના, સિમરન દિલ બહાદુર.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ