બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Woman toll plaza staff in Greater Noida thrashed for demanding payment

ખૌફનાક વીડિયો / VIDEO : મહિલાની ગુંડાગીરી, ટોલ બૂથમાં ઘુસીને મહિલા કર્મીના વાળ ખેંચ્યાં, ખુરશી પરથી ફેંકી

Hiralal

Last Updated: 02:25 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રેટર નોઈડાના એક ટોલ પ્લાઝામાં એક મહિલાનો મહિલા ટોલ કર્મચારીને વાળ ઝાલીને ખુરશી પરથી નીચે ફેંકવાનો વીડિયો વાયરલ થયો છે.

  • ગ્રેટર નોઈડામાં મહિલાની ગુંડાગીરીનો વીડિયો વાયરલ
  • ટોલના પૈસા માગતા મહિલાએ ઘુસી ગઈ કેબિનમાં
  • મહિલા ટોલ કર્મચારીને વાળ ઝાલીને ખુરશી પરથી નીચે ફેંકી 

પૈસા આપવાનું કોને ગમે? પૈસા માગતા ભડકેલી એક મહિલાએ મહિલા ટોલ કર્મચારીને ઝાલીને ખુરશી પરથી નીચે ફેંકી દીધી હતી. મહિલાની ગુંડાગીરી હવે વીડિયોમાં સામે આવી છે. ગ્રેટર નોઈડામાં લુહારલી ટોલ પ્લાઝામાં મહિલા ટોલ કર્મચારી સાથે ગેરવર્તનનો વધુ એક મામલો સામે આવ્યો છે. એક મહિલા ટોલ કર્મચારી દ્વારા એક મહિલાને માર મારવામાં આવ્યો છે અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આરોપ છે કે ટોલના પૈસા આપવાનું કહેતા મહિલા બૂથમાં ઘુસી ગઈ હતી અને મહિલા કર્મચારીને ઝૂડવા લાગી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી મહિલાને કસ્ટડીમાં લીધી છે. આ ઘટના દાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના લુહારલી ટોલ પ્લાઝાની છે.

કેબિનમાં ઘુસીને શું કર્યું મહિલાએ 

મહિલા ટોલકર્મી સાથે મારપીટ અને દુષ્કર્મનો આ 49 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ટોલ પ્લાઝા પર આરોપી મહિલાએ ટોલ કેબિનમાં ઘૂસીને મહિલા કર્મચારીને ધમકાવી, વાળ ઝાલીને ખેંચ્યાં તે ઉપરાંત તેનું મોઢું દબાવ્યું અને પછી તેને ખુરશી પરથી નીચે ફેંકી દીધી હતી. મહિલા મહિલા કર્મચારીને માર મારી રહી હતી ત્યારે બૂથ બહાર લોકોની ભીડ જામી હતી જેમાંના કેટલાકે આગળ આવીને ગૂંડી મહિલાને બહાર કાઢી હતી. 

આરોપી મહિલા પર લોકોનો પિત્તો છટક્યો 
મહિલા ટોલકર્મી પર હુમલાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થયો છે અને ઘણા લોકોએ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. વીડિયો જોયા બાદ આરોપી મહિલા પર લોકોનો પિત્તો છટક્યો છે. લોકોએ આ મહિલાની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ