બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : બહેનના લગ્નમાં નાચતાં ઉડ્યો છોકરીનો પ્રાણ! સ્ટેજ પર હાર્ટ એટેક આવ્યો, છવાયો માતમ
Last Updated: 10:28 PM, 9 February 2025
ફરી એક વાર ખુશીના પ્રસંગમાં હાર્ટ એટેકે માતમ ફેલાવ્યો હતો અને એક આશાસ્પદ છોકરીનું જીવન હણી લીધું હતું. એમપીના વિદિશામાં બહેનના લગ્નમાં નાચતાં નાચતાં છોકરીને હાર્ટ એટેક આવતાં સ્ટેજ પર દર્દનાક મોત થયું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ADVERTISEMENT
भयावह!
— Priya singh (@priyarajputlive) February 9, 2025
स्टेज पर डांस करते करते अचानक गिर पड़ी युवती.. और फिर मौत हो गई. घटना मध्यप्रदेश के विदिशा की है, जहां इंदौर से अपनी बहन की शादी में शामिल होने यह युवती आई थी. pic.twitter.com/QctHyWG22i
હાર્ટ એટેક આવતાં સ્ટેજ પર ઊંધા મોંએ પડી પરિણીતા
ADVERTISEMENT
પરિણીતા જૈન નામની યુવતી બહેનના લગ્નમાં વિદિશામાં આવી હતી અને લગ્નની આગલી સાંજે ઘેર પાર્ટી ગોઠવી હતી જેમાં તે નાચી હતી પરંતુ નાચતાં નાચતાં હાર્ટ એટેક આવતાં તે ઊંઘા મોંએ સ્ટેજ પર પડી હતી અને ત્યાં જ મોત થયું હતું. આ ઘટના બાદ લગ્નપ્રસંગમાં માતમ છવાયો હતો.
વીડિયો વાયરલ
આ પ્રસંગનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં છોકરીનું દર્દનાક મોત જોઈ શકાય છે. આ પ્રસંગે ફરી એક વાર સાબિત કર્યું છે કે હાર્ટ એટક ગમે ત્યારે ટાર્ગેટ બનાવી શકે છે માટે હાર્ટનું ધ્યાન રાખવું જરુરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.