બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Within 10 days of the Pulwama attack Pak terrorists were to carry out another suicide attack

ઘટસ્ફોટ / પુલવામા હુમલાના 10 દિવસની અંદર બીજો આત્મઘાતી હુમલો કરવાના હતા પાક.આતંકીઓ, આર્મી કમાન્ડરનો ખુલાસો

Kishor

Last Updated: 12:36 AM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામાં સૌથી મોટો આતંકી હુમલો થયો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારે આ હુમલાના દસ દિવસની અંદર આતંકવાદીઓ બીજો મોટો હુમલો કરવાની ફિરાકમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

  • પુલવામાં હુમલાના દસ દિવસની અંદર આતંકવાદીઓ બીજો મોટો હુમલો કરવાની પેરવીમાં હતા
  • ચિનાર કોર્પ્સના પૂર્વ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢીલ્લોનએ પુસ્તકમાં કર્યો ખુલાસો
  • કિતને ગાઝી આયે, કિતને ગાઝી ગયે'માં આ વાતનો ખુલાસો

જમ્મુ કાશ્મીરના પુલવામા 14 ફેબ્રુઆરી 2019 ના એ ગોઝારા દિવસે આતંકી ઘટના સામે આવી હતી. જેમાં 40 જેટલા CRPF જવાનો શહીદ થયા હતા. જેને પગલે દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાના દસ દિવસની અંદર આતંકવાદીઓ ભારતીય સુરક્ષા દળ પર બીજો મોટો હુમલો કરવાની પેરવીમાં હોવાના ખુલાસા થયા છે. આ દરમિયાન સમય સૂચકતા દાખવી બે પાકિસ્તાની નાગરિક ત્રણ આતંકીઓને ઠાર કરતાં આતંકવાદીઓનું આ સડયંત્ર નિષ્ફળ નિવડ્યું હતું. ચિનાર કોર્પ્સના પૂર્વ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢીલ્લોનએ તેમના પુસ્તક 'કિતને ગાઝી આયે, કિતને ગાઝી ગયે'માં આ વાતનો ખુલાસો કર્યો છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પોલીસ અને CRPF પર આતંકી હુમલો, એક પોલીસ જવાન  શહીદ | jammu kashmir pulwama terror attack on police and crpf party

ઢીલ્લોનએ આ મામલે પુસ્તકમાં લખ્યું કે

કે જે એસ ઢીલ્લોનએ આ મામલે પુસ્તકમાં લખ્યું કે ઘણા લોકો બોલવામાં થયેલા આ હુમલાથી અજાણ છે જે 2019 ની ફેબ્રુઆરી માસમાં થયો હતો. આ ઘટનાના આતંકીઓએ વિષફોટક પદાર્થ અને હથિયારો સાથે વીડિયો પણ બનાવ્યો હતો.14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામામાં એક આત્મઘાતી બોમ્બરે પોતાની કાર CRPFના કાફલાની બસ સાથે અથડાવી હતી, જેમાં ભયંકર ધડાકો થયો હતો અને 40 જવાનોના જીવ ગયા હતા તો અનેક લોકો ઘાયલ પણ થયા હતા.

આરોપીએ વધુ એક હુમલાની પેરવીમાં હતા

જેએસ ઢીલ્લોનએ વધુમા લખ્યું કે આ હુમલા બાદ આરોપીએ વધુ એક હુમલાની પેરવીમાં હતા. પરંતુ ગુપ્તચર એજન્સીઓને આ મોટા હુમલા અંગેની જાણ થઈ જતા તેઓ તાત્કાલિક હુમલાને અટકાવવા કામે લાગી ગયા હતા. ચિતાર કોર્પર્સના પૂર્વ કમાન્ડંડના જણાવ્યા અનુસાર પુલવામાં હુમલા પછી એજન્સીઓ, જમ્મુ કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ અભિયાન તેજ બનાવી અને કાશ્મીરી ઇલાકામાં જેસે મોહમ્મદના આતંકી સંગઠનને નેટવર્કને ધ્વસ્ત કરવામાં સફળતા મેળવી હતી. વધુમાં કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં તૈનાત જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાના સૈનિકો વચ્ચેની સહાનુભૂતિને ઉજાગર કરતા ઢીલ્લોને જણાવ્યું કે ઓપરેશન દરમિયાન ડીએસપી ઠાકુરે ભારતીય સેનાના એક જવાન બલદેવ રામને આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બનતા બચાવ્યા હતા. જેમાં જીવની પણ પરવાહ ન કરતા તેમને બિરદાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ