બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / With the monsoons in Gujarat, the nature also blooms, the mind will be blown away by seeing these sky scenes, if you have a plan to travel, watch it.

અદભૂત / ગુજરાતમાં ચોમાસા સાથે પ્રકૃતિ પણ ખિલી, આ આકાશી દ્રશ્યો જોઈ મન ગદગદીત થઈ જશે, ફરવાનો પ્લાન હોય તો ખાસ જોજો

Dinesh

Last Updated: 06:38 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નખત્રાણા તાલુકામાં આવેલા કડિયા ધ્રો ધોધમાં પાણી વહેતુ થયું છે, ધોધમાર વરસાદથી ધોધ વહેતો થતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે

  • પાવાગઢ ખાતે હીલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો
  • ડુંગર પર વાદળો વચ્ચે ખુશનુમા વાતાવરણ
  • હમીરસર તળાવના મોટા બંધ પાસે નદી જેવા દ્રશ્યો સર્જાયા


રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ નાની મોટી નદીઓ ફરી બે કાંઠે વહેતી થઈ છે અને ડેમમાં પાણીની આવક પણ વધી છે. તો બીજી તરફ વરસાદના પગલે અનેક ધોધ સોળે કળીએ ખીલી ઉઠ્યા છે. જેના પગલે નયનરમ્ય દ્રશ્યો પણ ઉદ્વભવ્યા છે.

કડિયા ધ્રો ધોધ સોળે કળાએ ખીલ્યો
કચ્છનો પ્રખ્યાત કડિયા ધ્રો ધોધ સોળે કળાએ ખીલ્યો છે. નખત્રાણા તાલુકામાં આવેલા કડિયા ધ્રો ધોધમાં પાણી વહેતુ થયું છે. ધોધમાર વરસાદથી ધોધ વહેતો થતા નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે. અત્રે તમને જણાવીએ કે, કડિયા ધ્રો ધોધની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવામાં આવી છે. 

અમરેલીમાં વરસાદી માહોલ
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ધોધમાર વરસાદના કારણે લાઠી-લીલીયામાં ગાગડીયા નદીમાં પૂર આવ્યું છે જેના પગલે લાઠીના લુવારીયાથી અકાળા સુધી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. હરિયાળી વચ્ચે વહેતી નદીના નયનરમ્ય આકાશી દ્રશ્યો વાયરલ થયા છે. 

પાવાગઢ ખાતે હીલ સ્ટેશન જેવો માહોલ
યાત્રાધામ પાવાગઢ ખાતે હીલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે, ડુંગર પર વાદળો વચ્ચે ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યો છે. જેને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી છે તેમજ વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે

નદીઓમાં નવા નીરની આવક થઈ
ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ પડતાં નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને હમીરસર તળાવના મોટા બંધ પાસે નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. મોટા બંધમાં પાણીની આવકથી આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ