બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / why is your blood sugar level high in the morning expert explains

હેલ્થ / સવાર-સવારમાં વધી જાય છે બ્લડ શુગર લેવલ? તો જાણી લેજો, આ છે તેની પાછળના જવાબદાર કારણો

Manisha Jogi

Last Updated: 03:28 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલ હાઈ રહેવું તે એક ચિંતાનો વિષય છે. સવારના સમયે બ્લડ શુગર લેવલ હાઈ શા માટે હોય છે? જે માટેના કારણ અહીંયા જણાવવામાં આવ્યા છે.

  • ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલ હાઈ રહે છે
  • સવારે બ્લડ શુગર લેવલ હાઈ શા માટે હોય છે?
  • આવો જાણીએ બ્લડ શુગર હાઈ રહેવાના કારણ

ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલ હાઈ રહેવું તે એક ચિંતાનો વિષય છે. અનેક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, સવારના સમયે બ્લડ શુગર લેવલ વધુ હોય છે. સવારના સમયે બ્લડ શુગર લેવલ હાઈ શા માટે હોય છે? જે માટેના કારણ અહીંયા જણાવવામાં આવ્યા છે. 

સવારે બ્લડ શુગર હાઈ રહેવાનું કારણ
સવારે શરૂઆતના કલાકોમાં બ્લડ શુગર હાઈ હોવાના અનેક કારણો હોય છે. શરીરમાં અનેક હોર્મોનલ ઈન્ટરએક્શન થાય છે. આ એક નેચરલ રીત છે, જેના કારણે સવારે બ્લડ શુગર હાઈ હોય છે.  

હોર્મોનલ રિલીઝ
સવારના સમયે શરીર કોર્ટિસોલ, ગ્રોથ હોર્મોન અને એડ્રેનાલાઈન જેવા હોર્મોન રિલીઝ કરે છે. આ હોર્મોન ગ્લુકોઝનું નિર્માણ કરીને લિવર ઉત્તેજિત કરે છે, જેના કારણે બ્લડ શુગર લેવલ વઝી જાય છે. આ પ્રક્રિયાને ગ્લૂકોનિયોજેનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. જેથી શરીર આખા દિવસ માટે તૈયાર થઈ શકે છે અને શરીરમાં એનર્જી ફીલ થાય છે. 

સવારના સમયે ઈન્સ્યુલિનની સંવેદનશીલતા ઓછી થઈ જાય છે. જેના પરિણામસ્વરૂપે લોહીના પરિભ્રણથી કોશિકાઓ સુધી ગ્લુકોઝ પહોંચાડવામાં ઈન્સ્યુલિનની અસર ઓછી થઈ જાય છે. સંવેદનશીલતા ઓછી હોવાને કારણે બ્લડ શુગર વધી શકે છે. 

રાતના સમયે ઉપવાસ
સૂતા સમયે શરીર ઉપવાસના ચરણમાં પ્રવેશ કરે છે. ડાયાબિટીસના દર્દીઓમાં ભોજનની કમીને કારણે ઈન્સ્યુલિન ક્રિયા યોગ્ય પ્રકારે થઈ શકતી નથી, જેના કારણે બ્લડ શુગર લેવલ વધી શકે છે. 

સવારે બ્લડ શુગર કેવી રીતે મેનેજ કરી શકાય
સવારના સમયે બ્લડ શુગર લેવલ મેનેજ કરવા માટે લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ. જે માટે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

સૂતા સમયે સતત નાશ્તો
નિષ્ણાંતો અનુસાર સૂતા પહેલા થોડો નાશ્તો કરવાથી આખી રાત બ્લડ શુગર સ્થિર રહે છે. કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનનું મિશ્રણ હોય તેવા નાશ્તાનું સેવન કરવું જોઈએ. જેમ કે, પનીરની સાથે આખુ અનાજ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ