બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Why is the color of urine yellow This is the reason

ખુલાસો / કોઈ'દી વિચારમાં આવ્યું ખરું! પેશાબનો રંગ પીળો જ કેમ હોય છે? વિજ્ઞાનનું આ અજુગતું કારણ જવાબદાર

Kishor

Last Updated: 10:55 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેશાબનો રંગ પીળો કેમ હોય છે? પેશાબના પીળા રંગના ઘણા કારણો છે. જેમાંથી ઓછું પાણી પીવું એ મુખ્ય કારણ છે.

  • પેશાબ પીળો કેમ થાય છે?
  • વૈજ્ઞાનિકો આખરે શોધી કાઢ્યો આ સવાલનો જવાબ
  • મેરીલેન્ડ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા સંશોધન

પેશાબનો રંગ પીળો કેમ હોય છે? આ મામલે મોટા ભાગના લોકો ને મનમાં સવાલ ઉઠ્યા હશે અને માર્ગદર્શનના અભાવે તેનો આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી પરંતુ હવે મેરીલેન્ડ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર બ્રેટલી હોલ અને તેમની ટીમે આ મામલે સંશોધન હાથ ધર્યું હતું. જે અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે પેશાબનો રંગ પીળો કેમ હોય છે. આ અભ્યાસ વિશ્વ પ્રસિદ્ધ વેબસાઈટ નેચર માઈક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયો છે. જે મામલે જાણો ઊંડાણથી! પેશાબના પીળા રંગના ઘણા કારણો છે. જેમાંથી ઓછું પાણી પીવું એ મુખ્ય કારણ છે. પરંતુ આ જવાબ ડૉક્ટર અને દર્દીના દૃષ્ટિકોણથી સાચો છે. 

વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો, એકવાર આ 4 ઉપચાર કરી લો તમારી આ સમસ્યા  થઈ જશે દૂર | frequent urine problem home remedies

કચરો પેશાબમાં પાણી સાથે આવે છે
 અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો કે માનવ મૂત્રમાં પુષ્કળ પાણીની સાથે કિડનીમાંથી ફિલ્ટર કરાયેલ કચરો હોય છે. આ કચરો મોટા ભાગે મૃત લાલ કોષો જ હોય છે.જે હિમોગ્લોબિન દ્વારા લોહીમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. માત્ર 6 મહિના આયુષ્ય ધરાવતા આ કોષો જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે તેઓ હેમ નામનો પદાર્થ ઉત્પન્ન કરે છે. આ હેમ એવી ઘટનાઓ શરૂ કરે છે જેના કારણે પેશાબ પીળો થઈ જાય છે. પરંતુ સંશોધકો પહેલાથી જ આ બાબતો જાણતા હતા.

વાંચવા જેવી :  ડાયાબિટીસના દર્દીઓ લાઇફસ્ટાઇલમાં લાવો બદલાવ, આજથી જ તમારી 'ચા'માં આ ચીજ નાખવાનું બંધ કરો

પેશાબના પીળા રંગનું સૌથી મોટું કારણ બિલીરૂબિન રીડક્ટેઝ હોવાનું વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. તે બિલીરૂબિનના ચયાપચય માટે જવાબદાર છે. તે એક પીળો રંગદ્રવ્ય છે જે લાલ રક્ત કોશિકાઓમાંથી હેમને તોડે છે.અંતિમ પડાવમાં કોશિકાનો રંગ પણ બદલી જાય છે.તેઓ ઘાટા નારંગી થઈ જાય છે. તેને બિલીરૂબિન કહેવામાં આવે છે. કેટલીક રાસાયણિક પ્રતિક્રિયાઓ પેટમાં થાય છે જે બિલીરૂબિનને યુરોબિલાન પરમાણુમાં રૂપાંતરિત કરે છે. આ પરમાણુ ઓક્સિજનની હાજરીમાં પીળો બને છે. સંશોધન સાથે સંકળાયેલા લોકોએ પણ સ્વીકાર્યું કે પેટના સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ હોવાથી સમય લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ