બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Diabetic patients should make lifestyle changes
Last Updated: 04:39 PM, 8 January 2024
ADVERTISEMENT
ડાયાબિટીસનાં દર્દીઓએ ખાંડની જગ્યાએ શું ખાવું જોઈએ
ડાયાબિટીસ એક ગંભીર અને અસાધ્ય બીમારી છે. જે આજના સમયમાં જલ્દીથી ફેલાય રહી છે. જેમને ડાયાબિટીસની સમસ્યા હોય છે તેમને ખાંડ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણકે તેનાથી જલ્દીથી બ્લડ શુગર વધે છે. ખાંડનાં સેવનથી વજન વધવું, હ્રદય રોગ, કેન્સર, ત્વચાની સમસ્યા, દાંતની સમસ્યા અને તણાવની સમસ્યા વધી જાય છે.

ADVERTISEMENT
સ્તેવીયા
આ એક કુદરતી સ્વીટનર છે અને તેમાં શૂન્ય કેલરી હોય છે. તેનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ પણ શૂન્ય હોય છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાંડનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
નાળિયેર ખાંડ
ગત વર્ષોની અંદર નાળિયેર ખાંડને કુદરતી સ્વીટનર તરીકે ઘણી માન્યતા મળી છે. તમે તમારી ચા-કોફીમાં નાળિયેર ખાંડને ઉમેરી શકો.
ADVERTISEMENT

મધ
શિયાળાની ઋતુમાં મધનો ઉપયોગ કુદરતી સ્વીટનર તરીકે કરવામાં આવે છે. તેની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
ADVERTISEMENT
મેપલ સિરપ
મેપલ સિરપ ખાંડનો ઉત્તમ વિકલ્પ છે. ડાયાબિટીસનાં દર્દીઓ તેનો ઉપયોગ કરી શકે છે. તેમાં કેલ્શિયમનું ભરપૂર પ્રમાણ હોય છે. જે હાડકાને મજબૂત રાખે છે.

ADVERTISEMENT
વાંચવા જેવું: મહિલાઓ માટે વરદાન રૂપ છે કાળી દ્રાક્ષ, ખાલી પેટ ખાવાથી દૂર થાય છે આ સમસ્યા
ખજૂર ખાંડ
સૂકી ખજૂરમાંથી બનેલો આ પાવડર ખાંડનો સારો અને આરોગ્યપ્રદ વિકલ્પ છે. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે અને તે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે.
ADVERTISEMENT
ગોળ
ગોળને ખાંડનો ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. આ વિટામિન, મિનરલ્સ અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે. જેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.