બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Black Raisins Benefits: eating them on an empty stomach removes this problem

આરોગ્ય ટિપ્સ / મહિલાઓ માટે વરદાન રૂપ છે કાળી દ્રાક્ષ, ખાલી પેટ ખાવાથી દૂર થાય છે આ સમસ્યા

Published By: Sanjay Vibhakar

Last Updated: 08:24 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Black Raisins Benefits: આયુર્વેદમાં કાળી કિસમિસને સ્વાસ્થ્ય માટે રામબાણ કહેવામાં આવે છે. તેના સેવનથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે.

  • કાળી કિસમિસ શરીરમાં લોહીની ઉણપ દૂર કરે
  • મહિલાઓ માટે કાળી કિસમિસ ખાવાથી થતાં ફાયદા
  • શરીરને યોગ્ય રીતે ડિટોક્સ કરવા માટે ખૂબ જ અસરકારક

કિસમિસ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે અને ગંભીર બીમારીઓમાં રામબાણ દવાની જેમ કામ કરે છે. આ માટે લોકો તેને ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે કાળી કિસમિસ ખાવાની સાથે તેનું પાણી પીવાથી માસિક ધર્મની અનિયમિતતા અને હોર્મોન્સ અસંતુલન દૂર થાય છે. જાણો મહિલાઓ માટે કાળી કિસમિસ અને તેનું પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. 

કાળી કિસમિસનાં ફાયદાઓ 
પીળી કિસમિસની જેમજ કાળી કિસમિસ પણ શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે. મહિલાઓ ઘણી વાર એનીમિયાથી પીડાતી હોય છે. આ સમયે કાળી કિસમિસનાં સેવનથી રાહત મળે છે. કાળી કિસમીસમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. આ સાથે તેમા પ્રોટીન, આયર્ન અને ફાયબર પણ હોય છે. કાળી કિસમિસની અંદર એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે લોકોને બીમારીઓથી દૂર રાખે છે. 

મહિલાઓ માટે કાળી કિસમિસ ખાવાથી થતાં ફાયદા 
કાળી કિસમિસની અંદર ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. તેના સેવનથી મહિલાઓનાં શરીરમાંથી લોહીની ઉણપ દૂર થાય છે. પિરિયડ્સ અને ગર્ભાવસ્થા બાદ કાળી કિસમિસનું સેવન જરૂર કરવું જોઈએ. પીરિયડ્સ દરમિયાન ઘણીવાર મહિલાઓના શરીરમાં હોર્મોન્સનું અસંતુલન જોવા મળે છે અને મેનોપોઝ દરમિયાન પણ કંઈક આવું જ થાય છે. આ સમયે કાળી કિસમિસનાં પાણીનું સેવન કરવામાં આવે તો હોર્મોન્સનું અસંતુલન ઠીક થઈ જાય છે. 

વાંચવા જેવું: ખતરો! શિયાળામાં તાપણું તાપવાની આદત પડી છે? તો આંખ, ગળું, લોહી સહિતની આ સમસ્યાઓ કરશે ઘર

આ ફાયદાઓ થાય છે 
કાળી કિસમિસ શરીરને યોગ્ય રીતે ડિટોક્સ કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. કાળી કિસમિસ સુંદરતા જાળવવામાં ખૂબ જ અસરકારક છે અને તેનું પાણી રોજ પીવાથી ત્વચામાં કુદરતી ચમક આવે છે. તેનાથી ચહેરા પર ચમક આવે છે. કાળી કિસમિસમાં મળતું આયર્ન મહિલાઓના વાળને કુદરતી રીતે સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે. નિયમિત રીતે તેના પાણીનું સેવન કરવામાં આવે તો સમય પહેલા વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

black raisins benefits health tips આરોગ્ય ટિપ્સ કાળી કિસમિસ મહિલાઓ Health Tips

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ