બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / why is coconut used in all auspicious works know the belief behind

આસ્થા / શ્રીફળ વગર કેમ અધૂરું ગણાય છે કોઈ પણ શુભ કાર્ય? ત્રિદેવ કરે છે તેના પર વાસ! જાણો શું છે માન્યતા

Dinesh

Last Updated: 04:21 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dharma news: માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતર્યા ત્યારે તેઓ માતા લક્ષ્મી, નારિયેળનું ઝાડ અને કામધેનુને પોતાની સાથે પૃથ્વી પર લાવ્યા હતા

  • નારિયેળને શ્રી ફળ કહેવાય છે
  • શ્રીફળનું પૂજામાં રહેલું છે ખાસ મહત્વ
  • તેના પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે


હિંદુ ધર્મમાં નારિયેળનો ઉપયોગ શુભ કાર્યમાં કરવામાં આવે છે. મંદિરમાં નાળિયેર અર્પણ કરવાનો રિવાજ છે. નારિયેળને 'શ્રીફળ' પણ કહેવામાં આવે છે. તેના ધાર્મિક મહત્વની સાથે સાથે ઔષધીય ગુણધર્મોને ભરપૂર છે. જેમ કે ગણેશજી અને લક્ષ્મીજીના આશીર્વાદ વિના કોઈપણ પૂજા અને અનુષ્ઠાન કરી શકાતું નથી. ભગવાન ગણેશની હાજરી માટે પૂજામાં સોપારી અને દેવી લક્ષ્મીની કૃપા માટે નારિયેળ રાખવામાં આવે છે.

શું ખરેખર મહિલાઓ માટે નાળિયેર વધેરવું છે અશુભ? કેમ પુરુષો જ શ્રીફળ વધેરી  શકે! જાણો | men can break coconut why women not allowed according to hindu  rituals know fact

ખાસ મહત્વ રહેલો છે શ્રી ફળનો
જ્યોતિષએ જણાવ્યું કે નારિયેળને તમામ ફળોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પ્રાચીન કાળથી હિન્દુ ધર્મના તમામ શુભ કાર્યોમાં નારિયેળની પૂજા તેના વિના અધૂરી માનવામાં આવે છે. નારિયેળનું વર્ણન શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતર્યા ત્યારે તેઓ માતા લક્ષ્મી, નારિયેળનું ઝાડ અને કામધેનુને પોતાની સાથે પૃથ્વી પર લાવ્યા હતા

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ
જેના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવાય છે જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિ વાસો કરે છે. નારિયેળ પરની ત્રણ આંખોની તુલના ભગવાન શિવના ત્રિનેત્ર સાથે કરવામાં આવે છે. તેથી નારિયેળ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનો પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. રામ સીતા વિવાહ હોય કે શિવ પાર્વતી વિવાહ હોય કે પછી તમામ લગ્નોમાં કલશની ટોચ પર નારિયેળની પૂજા કરવામાં આવે છે.

અહંકારને બલિદાન 
નારિયેળને શ્રી ફળ કહેવાય છે. શ્રીફળ એ ભગવાન નારાયણનું પ્રિય ફળ છે. નાળિયેરની બહારની સપાટીને અહંકારનું પ્રતીક માનવામાં આવે છે અને સફેદ અને નરમ આંતરિક સપાટીને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. તેથી નાળિયેર તોડવાનો અર્થ એ છે કે આપણે ભગવાનના ચરણોમાં આપણા અહંકારને બલિદાન આપીએ છીએ.

શ્રી ફળના અનેક ફાયદા
નારિયેળમાં ખૂબ જ એનર્જી રહેલી છે. ખાવા માટે નારિયેળનો ઉપયોગ કરી શકો છો. નારિયેળની ચટણી બનાવવામાં આવે છે અને શાકભાજીમાં પણ નારિયેળનો ઉપયોગ થાય છે. નારિયેળમાં પ્રોટીન અને મિનરલ્સ ઉપરાંત તમામ પૌષ્ટિક તત્વો સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે. નારિયેળમાં વિટામીન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ