બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / Why does the bridegroom always go to the wedding sitting on a white horse? Not 'Royal Entry' but the real reason

રીતરિવાજ / શું તમે જાણો છો? વરરાજા હંમેશાં સફેદ ઘોડી પર જ બેસીને શા માટે પરણવા જાય છે? 'રોયલ એન્ટ્રી' નહીં સાચું કારણ આવું

Vishal Khamar

Last Updated: 07:41 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરરાજા લગ્નનાં દિવસે સફેદ ઘોડી પર બેસાડવાનો ઘણા લગ્નમાં રીત રિવાજ હોય છે. ત્યારે આ રિવાજ હિન્દુ લગ્નમાં સદીઓથી ચાલતો આવ્યો છે. રામાયણ અને મહાભારતકાળમાં પણ આનું ચલણ હતું.

  • વરરાજાને લગ્નના દિવસે સફેદ ઘોડી પર બેસાડવામાં આવે
  • રામાયણ અને મહાભારતકાળમાં પણ આનું ચલણ હતું
  • વરરાજાને સફેદ ઘોડી પર બેસાડીને લગ્નમાં જવાને 'રોયલ એન્ટ્રી' કરવાની માત્ર સ્ટાઇલ

 વરરાજાને લગ્નના દિવસે સફેદ ઘોડી પર બેસાડવામાં આવે છે. આ રિવાજ સદીઓથી ચાલતો રહ્યો છે. પરંતુ આની પાછળનું કારણ આજના સમયમાં કદાચ જ કોઈ જાણે છે. લગ્નમાં ઘણા રીતરિવાજ હોય છે અને બધાનો પોતાનો ખાસ અર્થ અને મહત્ત્વ હોય છે. ઘણી વિધિ એવી પણ હોય છે, જેના દ્વારા દુલહનની વિદાય સુધીમાં વરરાજાની કાબેલિયતની જાણ થઈ શકે છે. આવી જ એક વિધિ છે. ઘોડી પર બેસવાની. આમાં વરરાજાને સફેદ ઘોડી પર બેસાડીને લગ્નસ્થળ સુધી લઈ જવામાં આવે છે. વરરાજા સાથે એક નાનું બાળક પણ હોય છે. જેને 'સહબાળ' કહેવામાં આવે છે.  આમ તો આ રિવાજ હિંદુ લગ્નમાં સદીઓથી ચાલતો આવ્યો છે.  એવું માનવામાં આવે છે કે રામાયણ અને મહાભારતકાળમાં પણ આનું ચલણ હતું. પરંતુ બહુ ઓછા લોકો આની પાછળનું કારણ જાણે છે. તમે પણ વરરાજાને સફેદ ઘોડી પર બેસાડીને લગ્નમાં જવાને 'રોયલ એન્ટ્રી' કરવાની માત્ર સ્ટાઇલ જ માનતા હશો. પરંતુ આજે અહીં એની પાછળનું સાચું કારણ જાણીએ.
ટ્રેનિંગ વિના ઘોડાને કાબૂમાં રાખવો બહુ મુશ્કેલ કામ
સફેદ ઘોડીને શુદ્ધતા, વ્યવહારિકતા, પ્રેમ, ફર્ટિલિટી, ઉદારતા, સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આથી જ્યારે છોકરો લગ્ન કરીને પોતાની નવી જિંદગીની શરૂઆત કરવા જાય છે ત્યારે તે સફેદ ઘોડી પર જ બેસે છે. ઘોડો વધારે ગુસ્સાવાળા સ્વભાવનો  હોય છે. ટ્રેનિંગ વિના ઘોડાને કાબૂમાં રાખવો બહુ મુશ્કેલ કામ છે. જૂના જમાનામાં આ જ કારણસર યુદ્ધ વખતે ઘોડાનો ઉપયોગ કરવામાં આવતો, પરંતુ લગ્ન માટે શક્તિ નહીં પણ સમર્પણની જરૂરિયાત હોય છે. આથી વરરાજાને ઘોડા પર નહીં, પરંતુ ઘોડી પર બેસાડીને લગ્નસ્થળે લઈ જવામાં આવે છે.
ઘોડી પર ચઢવાનો અર્થ થાય છે કે છોકરો હવે પોતાના નવા જીવનની શરૂઆત કરવા માટે તૈયાર છે. આથી તે પોતાના વૈવાહિક જીવનની ભાગદોડ સારી રીતે સંભાળી શકશે કે નહીં તે સાબિત કરવા વરરાજાને ઘોડી પર બેસવું પડે છે.
ઘોડા કરતાં ઘોડીને સંભાળવી પ્રમાણમાં વધુ આસાન હોય છે. ઘોડી વધુ ચંચળ, બુદ્ધિશાળી અને કાર્યદક્ષ હોય છે. આથી જ્યારે વરરાજા ઘોડી પર ચઢી જાય છે ત્યારે એવું સમજવામાં આવે છે કે તેણે પોતાના નાદાન વ્યવહાર પર કાબૂ મેળવી લીધો છે અને લગ્નજીવનની જવાબદારીઓને સંભાળવા માટે સંપૂર્ણપણે  તૈયાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ